મની લોન્ડરિંગ કેસમાં જેક્લીન ફર્નાન્ડીઝની મુશ્કેલી વધી શકે, ફરી પૂછપરછ થઈ શકે છે!
શ્રીલંકન મૂળની અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝ મની લોન્ડરિંગ કેસને કારણે છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છે અને તેના વિશે કોઈને કોઈ સમાચાર સામે આવતા રહે છે. આ મામલે જેક્લીન ફર્નાન્ડીઝની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.
શ્રીલંકન મૂળની અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝ મની લોન્ડરિંગ કેસને કારણે છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છે અને તેના વિશે કોઈને કોઈ સમાચાર સામે આવતા રહે છે. આ મામલે જેક્લીન ફર્નાન્ડીઝની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. આ જ કારણ છે કે જેક્લીનના ઘણા પ્રોજેક્ટ્સને નુકસાન થયું છે. EDએ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝનો સુકેશ ચંદ્રશેખર સાથે પરિચય કરાવનાર પિંકી ઈરાનીની ધરપકડ કર્યાના એક દિવસ પછી સૂત્રોએ જણાવ્યું છે કે, તપાસ એજન્સી ખંડણી કેસમાં અભિનેત્રીને ફરીથી સમન્સ મોકલી શકે છે.

EDના ટોચના સૂત્રોએ જણાવ્યું છે કે જેક્લીનને પૂછપરછ માટે ફરીથી બોલાવવી જરૂરી છે, કારણ કે પિંકી ઈરાનીએ જેક્લીનના અંગત સચિવનો સંપર્ક કરીને સુકેશને જેકલીન સાથે પરિચય કરાવ્યો હતો. જો રિપોર્ટ્સનું માનીએ તો, સુકેશ અને જેક્લીન મળ્યા પછી મિત્રો બન્યા. પિંકી ઈરાની 14 ડિસેમ્બર સુધી ED રિમાન્ડ પર છે. જેક્લીનને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. ED તેને વધુ પૂછપરછ માટે ફરીથી સમન કરશે.
ઈન્ડિયા ટુડે અનુસાર, EDએ ગુરુવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પિંકી ઈરાનીની ધરપકડ કરી હતી. અગાઉ તપાસ એજન્સીએ 8 ડિસેમ્બરે જેક્લીનની સાત કલાકથી વધુ પૂછપરછ કરી હતી.
EDએ આ કેસના સંબંધમાં સતત બીજા દિવસે તેની ફરી પૂછપરછ કરી હતી. જેક્લીન ફર્નાન્ડીઝ આ સમયે સલમાન ખાન સાથે ધ-બેંગ ટૂર પર હોતી પરંતુ આ કારણે તે બહાર જઈ શકી નહીં. સલમાન ખાન હાલ પોતાની ટીમ સાથે રિયાધમાં છે.












Click it and Unblock the Notifications
