For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મની લોન્ડરિંગ કેસમાં જેક્લીન ફર્નાન્ડીઝને ED નું સમન્સ, 8 ડિસેમ્બરે હાજર થવા કહ્યું!

બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝને મની લોન્ડરિંગ કેસમાં 8 ડિસેમ્બરે નવી દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈ, 06 ડિસેમ્બર : બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝને મની લોન્ડરિંગ કેસમાં 8 ડિસેમ્બરે નવી દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા ગઈકાલે તેને ભારતથી બહાર જતી વખતે મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવી હતી. EDએ તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરી છે તેમ છતાં તે ભારતની બહાર જતી રહી હતી. EDએ 200 કરોડની રિકવરી કેસમાં ચાર્જશીટમાં જેક્લીનનું નામ સામેલ કર્યું છે.

jacqueline fernandez

EDએ 200 કરોડની છેતરપિંડી કેસમાં માસ્ટરમાઇન્ડ સુકેશ ચંદ્રશેખર અને જેક્લીન ફર્નાન્ડીઝ વચ્ચેના સંબંધોનો ખુલાસો કર્યો છે. EDએ દાવો કર્યો હતો કે સુકેશે જેક્લીનને કરોડોની ગિફ્ટ આપી છે. ED અનુસાર, સુકેશ અને જેક્લીન વચ્ચેની વાતચીત જાન્યુઆરી 2021માં શરૂ થઈ હતી અને ત્યારથી બંને ખૂબ જ નજીક છે. આ દરમિયાન સુકેશે જેક્લીનને 10 કરોડ રૂપિયાની ભેટ આપી હતી. તેમાં અનેક જ્વેલરી અને હીરા જેવી લક્ઝરી વસ્તુઓનો સમાવેશ થાય છે.

જેક્લીન ફર્નાન્ડીઝ 10 ડિસેમ્બરે રિયાધમાં યોજાનારી સલમાન ખાનની દબંગ ટૂરમાં ભાગ લેવાની હતી. જેના કારણે જેક્લીન ફર્નાન્ડિસ વિદેશ જઈ રહી હતી. આ દરમિયાન તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી અને થોડા સમય બાદ ઘરે પરત મોકલી દેવામાં આવી હતી. હવે દેશ છોડી શકાશે નહીં. હાલમાં જ સુકેશ ચંદ્રશેખર અને જેક્લીનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

જેક્લીન પર હવે ભારત બહાર જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેના કારણે તેની મુશ્કેલીઓ વધી રહી છે. તેની અસર તેમની ફિલ્મોના શૂટિંગ પર પણ પડશે. જેક્લીન અને સુકેશની એક તસવીર પણ સામે આવી છે, જેમાં જેક્લીન સુકેશના ગાલ પર કિસ કરતી જોવા મળી રહી છે. આ તસવીર સામે આવ્યા બાદ એવો દાવો કરવામાં આવ્યો હતો કે જેક્લીન અને સુકેશ રિલેશનશિપમાં હતા. આ તસવીર આ વર્ષે એપ્રિલથી જૂન વચ્ચેની જણાવવામાં આવી રહી છે. તે દરમિયાન સુકેશ તિહાર જેલમાંથી વચગાળાના જામીન પર બહાર આવ્યો હતો.

English summary
Jacqueline Fernandez summoned by ED on December 8 in money laundering case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X