જુઓ તસવીરો : જગદીશ માલીને કાંધ આપતું બૉલીવુડ
મુંબઈ, 14 મે : બૉલીવુડ શોકમય છે, દુઃખી છે, કારણ કે તેણે પોતાના એક લીજેન્ડ ફોટોગ્રાફરને ગુમાવી દીધાં છે. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ હિન્દી સિનેમાના બેજોડ ફોટોગ્રાફર જગદીશ માલીની કે જેમનું ગઈકાલે સવારે 11.30 વાગ્યે મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં મોત થઈ ગયું.
બૉલીવુડના જાણીતા અભિનેત્રી અંતરા માલીના પિતા એવા જગદીશ માલીના નિધનના કારણો અંગે હજી સુધી ખુલાસો થયો નથી. તેઓ માત્ર 60 વરસના હતાં. તેમના અંતિમ સંસ્કાર વખતે બૉલીવુડની અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
જગદીશ માલી ગત જાન્યુઆરીમાં ચર્ચામાં આવ્યા હતાં કે જ્યારે તેઓ મુંબઈના માર્ગ ઉપર અસ્ત-વ્યસ્ત હાલતમાં મળી આવ્યા હતાં. કહે છે કે મિંક બરારે તેમને જોયા હતાં અને પછી સલમાન ખાનને જાણ કરી હતી. સલમાન ખાન જગદીશ માલીને પોતાના ઘરે લઈ ગયા હતાં અને તેમને આસરો આપ્યો હતો.
આવો તસવીરોમાં જોઇએ જગદીશ માલીની અંતિમ યાત્રા.

જગદીશ માલીને કાંધ આપતું બૉલીવુડ
જગદીશ માલીના અંતિમ સંસ્કાર વખતે તેમના પુત્રી અંતરા માલી પણ હાજર હતાં.

જગદીશ માલીને કાંધ આપતું બૉલીવુડ
જગદીશ માલીના અંતિમ સંસ્કાર વખતે દીપ્તિ ભટનાગર પણ હાજર રહ્યા હતાં.

જગદીશ માલીને કાંધ આપતું બૉલીવુડ
જગદીશ માલીના નિધનથી દુઃખી ફિલ્મમેકર અશોક પંડિતે ટ્વિટ કર્યું કે સોમવારે સવારે એક દુઃખદ સમાચાર મળ્યાં કે જગદીશ માલી હવે આ દુનિયામાં નથી. જાણીને બહુ કષ્ટ થયું. ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે.

જગદીશ માલીને કાંધ આપતું બૉલીવુડ
જાણીતા ફોટોગ્રાફર સુબીએ લખ્યું છે કે આજે કૅમેરાના જાદુગર જગદીશ માલી ચાલ્યા ગયાં. ખૂબ જ દુઃખદ ઘટના છે. તેઓ હંમેશા મારા આદર્શ હતાં, છે અને રહેશે. ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે.

જગદીશ માલીને કાંધ આપતું બૉલીવુડ
ત્રણ માસ અગાઉ જ જગદીશ માલી મુંબઈના માર્ગ ઉપર દયનીય હાલતમાં મળ્યા હતાં.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
