જ્હાનવી કપૂરની બેગની કિંમત જાણીને ચોંકી જશો

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જ્હાનવી બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તેની પહેલી ફિલ્મ 'ધડક' થોડા દિવસોમાં જ થિયેટરોમાં રિલીઝ થવાની છે. તે પહેલા જ જ્હાનવીની ચર્ચા ચારે તરફ છે. ક્યારેક પોતાના કપડાને લઈને તો ક્યારેક પોતાની બેગને લઈને જ્હાનવી કોઈને કોઈ કારણોસર સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. હવે હાલમાં જ જ્હાનવી પોતાની બેગને લઈને ચર્ચામાં છે.

    જ્હાનવીની બેગે ખેંચ્યુ સૌનુ ધ્યાન

    જ્હાનવીની બેગે ખેંચ્યુ સૌનુ ધ્યાન

    જ્હાનવી કપૂર હાલમાં પોતાની ડેબ્યુ ફિલ્મ ‘ધડક' નું પ્રમોશન કરી રહી છે. હાલમાં પ્રમોશનમાંથી પાછા ફરતી વખતે તેને મુંબઈ એરપોર્ટ પર કેપ્ચર કરવામાં આવી. જ્હાનવીએ બેજ રંગનો કૂર્તો અને કાળા રંગનો પલાઝો પહોર્યો હતો. આ સાથે તેણે કાનમાં મોટા ઝૂમખા પણ પહેર્યા હતા. પરંતુ આ બધા કરતાં સૌથી વધુ ચર્ચા જ્હાનવીના બેગની થઈ રહી છે. જ્હાનવીના આ બેગની કિંમત એટલી છે જેમાં તમે એક ગાડી ખરીદી શકો છો.

    આ કિંમતમાં ખરીદી શકો છો ગાડી

    આ કિંમતમાં ખરીદી શકો છો ગાડી

    જો ગાડી ખરીદવાનું મન ના હોય તો ઓસ્ટ્રેલિયા તો આરામથી ફરી જ શકો. ઈન્ડિયા ટુડે અનુસાર જ્હાનવીનો આ કાળા રંગનું પર્સ લક્ઝરી બ્રાન્ડ શનેલનું છે. શનેલ જંબો ક્લાસિક ફ્લેપ બેગ 6,820 યુએસ ડૉલરની એટલે કે 4,69,522 રૂપિયાની છે. હવે સાડા ચાર લાખમાં વિચારો એક વ્યક્તિ એક નાની ગાડી ખરીદી શકે અથવા તો યુરોપ ફરી શકે છે.

    20 જુલાઈએ રિલીઝ થશે જ્હાનવીની ‘ધડક'

    20 જુલાઈએ રિલીઝ થશે જ્હાનવીની ‘ધડક'

    જ્હાનવી કપૂરની ડેબ્યુની ફિલ્મ ‘ધડક' 20 જુલાઈના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ કરણ જૌહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહી છે અને શશાંક ખેતાને ફિલ્મનું નિર્દેશન કર્યુ છે.

    English summary
    Janhavi Kapoor's Bag Price Is So High That You Can Buy A Car Or Travel To Abroad.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more