Janhvi Kapoor B'day: પાપારાજીથી છૂપવા માટે આવુ કરે છે જ્હાન્વી કપૂર
બૉલિવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂરનો આજે જન્મદિવસ છે. તેનો જન્મ 6 માર્ચ, 1997ના રોજ બોની કપૂર અને શ્રીદેવીના ઘરમાં થયો હતો. આવો જાણીએ તેના વિશે રસપ્રદ વાતો..
Janhvi Kapoor B'day: બૉલિવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂરનો આજે જન્મદિવસ છે. તેનો જન્મ 6 માર્ચ, 1997ના રોજ બોની કપૂર અને શ્રીદેવીના ઘરમાં થયો હતો. દેશભરના જ્હાન્વી કપૂરના ફેન્સ છે, જે તેના વિશે જાણવા માંગે છે. જ્હાન્વી કપૂર બાળપણથી જ સુપરસ્ટાર બનવા માંગતી હતી. જેના માટે તેણે એક્ટિંગનો કોર્સ કર્યો છે. જો કે, એક સમયે તે ડૉક્ટર પણ બનવા માંગતી હતી. જ્હાન્વીએ બૉલિવુડમાં ફિલ્મ 'ધડક'થી ઈશાન ખટ્ટર સાથે ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ મરાઠી ફિલ્મ સૈરાટની હિંદી રિમેક હતી. ફિલ્મની સાથે જ્હાન્વી પણ હિટ થઈ ગઈ.

સારા સાથે જવુ છે ટ્રિપ પર
જાહ્નવી કપૂરને એક ઈન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યુ કે જો તેને કોઈને ગિફ્ટ આપવાની તક મળે તો તે શું આપવા માંગશે? આના જવાબમાં જાહ્નવી કપૂરે કહ્યુ કે તે સારા અલી ખાનને એડવેન્ચર ટ્રીપ પર લઈ જવા માંગે છે. આ સફર લેહ-લદ્દાખ અથવા કેદારનાથની હોઈ શકે છે.

પ્રિયંકા ચોપરા સાથે કરવુ છે ડિનર
આ સાથે જ્હાન્વી એ પણ કહે છે કે તે પ્રિયંકા ચોપરાને તેના ઘરે ડિનર માટે આમંત્રિત કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે સારા અલી ખાન અને જાહ્નવી કપૂર વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા છે. બંને મોડી રાત સુધી એકબીજા સાથે વાત જ નથી કરતા પરંતુ ઘણીવાર સાથે હેંગઆઉટ કરતા પણ જોવા મળે છે.

પાપારાજીથી છૂપવા માટે આવુ કરે છે જ્હાન્વી
આ ઈન્ટરવ્યુ દરમિયાન જાહ્નવી કપૂરે જણાવ્યુ કે તે પાપારાજીથી બચવા માટે અલગ-અલગ યુક્તિઓ અપનાવે છે. જ્હાન્વીએ કહ્યુ કે તે પાપારાજીથી છૂપવા માટે કારની ડિક્કીમાં સંતાઈ જાય છે. આ ઈન્ટરવ્યુમાં જ્હાન્વી કપૂરે શરમાઈને કબૂલ્યુ હતુ કે તેણે જાહેર સ્થળે કોઈને પણ કિસ પણ કરી છે.

શ્રીદેવીની હતી ખૂબ નજીક
જો કે તેણે કોને કિસ કરી હતી તેનો ખુલાસો કર્યો નથી. જ્હાન્વી કપૂર તેની માતા શ્રીદેવીની ખૂબ જ નજીક હતી. શ્રીદેવીના મૃત્યુ પછી જાહ્નવી ઘણી વાર કહેતી હતી કે માતાના ગયા પછી એવુ લાગ્યુ કે મારા દિલમાં કાણુ પડી ગયુ છે. શ્રીદેવી જ્હાન્વી કપૂરને પ્રેમથી લાડુ કહેતી હતી.












Click it and Unblock the Notifications
