વીડિયોઃ ભાઈ અર્જુનની ફિલ્મના ગીત પર જ્હાનવીએ કર્યો જબરદસ્ત ડાંસ

હાલમાં જ શ્રીદેવીની મોટી પુત્રી જ્હાનવી કપૂરના એક ફેન એકાઉન્ટે જ્હાનવીનો એક જૂનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તે પોતાના ભાઈ અર્જુન કપૂરની ફિલ્મના ગીત પર ડાંસ કરી રહી છે.

શ્રીદેવીની મોટી પુત્રી જ્હાનવી કપૂર થોડા સમયમાં જ બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તેની રિલીઝ થવામાં હજુ થોડો સમય છે પરંતુ તે પહેલા જ તે ઈન્ટનેટની સ્ટાર બની ગઈ છે. જ્હાનવીના ફેન્સની સંખ્યા અત્યારથી જ લાખોમાં છે અને સોશિયલ મીડિયા પર તેના ઘણા ફેન એકાઉન્ટ્સ પણ છે. હાલમાં જ તેના એક ફેન એકાઉન્ટે જ્હાનવીનો એક જૂનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તે પોતાના ભાઈ અર્જુન કપૂરની ફિલ્મના ગીત પર ડાંસ કરી રહી છે.

વીડિયો સોશિયલ મીડિયા પર થયો હિટ

વીડિયો સોશિયલ મીડિયા પર થયો હિટ

પ્રોડ્યુસર બોની કપૂર અને દિવંગત શ્રીદેવી કપૂરની પુત્રી જ્હાનવી કપૂરનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પોતાની મિત્રો સાથે જ્હાનવી આ વીડિયોમાં ડાંસ કરતી જોવા મળી રહી છે. કોઈ ખાનગી કાર્યક્રમનો આ વીડિયો તેના એક ફેન એકાઉન્ટે શેર કર્યો છે જેના પર હજુ સુધી લગભગ 4 લાખ વ્યુઝ આવ્યા છે.

ભાઈ અર્જુનના ગીત પર કર્યો ડાંસ

ખાસ વાત તો એ છે કે તે આ વીડિયોમાં પોતાના ભાઈ અર્જુન કપૂરના ગીત પર ડાંસ કરી રહી છે. જ્હાનવી પોતાની મિત્રો સાથે અર્જુન કપૂરની ડેબ્યુ ફિલ્મ ઈશ્કજાદેના ગીત અલ્લાહ વલ્લાહ પર થિરકતી જોવા મળી રહી છે. કપૂર ખાનદાનની આ દીકરી થોડાક સમયમાં જ બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. જ્હાનવીની ડેબ્યુ ફિલ્મ ધડકનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયુ હતુ.

ટ્રેલરને મળ્યો દર્શકોનો ભરપૂર પ્રેમ

ટ્રેલરને મળ્યો દર્શકોનો ભરપૂર પ્રેમ

ફિલ્મના ટ્રેલરને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. ટ્રેલર રિલીઝ થયા માત્ર 8 દિવસ થયા છે અને અત્યાર સુધી તેના પર 3 કરોડથી વધુ વ્યુઝ આવ્યા છે. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર છે. ફિલ્મનું નિર્દેશન શશાંક ખેતાને કર્યુ છે અને કરણ જૌહર ફિલ્મનો નિર્માતા છે. ફિલ્મ 20 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X