Happy B'day : જાવેદ તારા રૂપ અનેક : ક્રૂર વિકીથી કૉમેડિયન માનવ

મુંબઈ, 4 ડિસેમ્બર : આદિ... આદિ... કરતો માનવ યાદ છે ને? અલ્યા એ જ આપણો ધમાલ કરતો માનવ! મેરી જંગ ફિલ્મમાં જી. ડી. ઠકરાલ (અમરીશ પુરી)ના પુત્ર વિક્રમ ઠકરાલ ઉર્ફે વિકી તરીકે ક્રૂરતા પ્રસરાવનાર એ ક્રૂર શખ્સના તે પછી તો અનેક રૂપ જોવામાં આવ્યાં. પ્રથમ જ ફિલ્મમાં જોરદાર ડાન્સ પરફૉર્મન્સ આપનાર આ ક્રૂર શખ્સની પ્રતિભા તો પછી ડાન્સ, ગાયન, કોરિયોગ્રાફી, વીડિયો જૉકી, એડ ફિલ્મમેકરથી લઈ કૉમેડિયન સુધી ખિલી.

જી હા, આટલા બધા ક્લુ આપ્યા બાદ આપની જીભે જાવેદ જાફરીનું નામ આવી જ ગયું હશે. આજે તેમનો 50મો જન્મ દિવસ છે. બૉલીવુડ જેવા સ્પર્ધાયુક્ત જગતમાં એ જ ટકી શકે કે જેની પાસે કળાના દરેક ક્ષેત્રે નિપુણતા હોય. આવા જ એક કલાકાર છે જાવેદ જાફરી.

સૈયદ જવાહર અલી જાફરી એટલે કે જાણીતા હાસ્ય અભિનેતા જગદીપના પુત્ર છે જાવેદ જાફરી. જાવેદનો જન્મ 4થી ડિસેમ્બર, 1963ના રોજ મુંબઈ ખાતે થયો હતો. જગદીપને શોલેના સૂરમા ભોપાલી તરીકે સૌ ઓળખે જ છે, તો તેમના પુત્ર તરીકે જાવેદે પણ ખાસ છાપ ઉપસાવી છે બૉલીવુડમાં. જાવેદના ભાઈ નાવેદ જાફરી પણ એક અભિનેતા છે. જાવેદના લગ્ન હબીબા જાફરી સાથે થયા છે અને તેમને બે બાળકો પણ છે.

ચાલો જાવેદ જાફરની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

મેરી જંગથી શરુઆત

મેરી જંગથી શરુઆત

ફિલ્મી પૃષ્ઠભૂમિ હોવાથી સ્વાભાવિક રીતે જ જાવેદ બૉલીવુડમાં પ્રવેશ કરવાના જ હતાં. એમ તો તેમનું ફિલ્મી કૅરિયર વર્ષ 1979માં જ શરૂ થઈ ગયુ હતું, પણ તેમને ઓળખ મળી 1985માં આવેલી મેરી જિંગ ફિલ્મમાં ભજવેલા નેગેટિવ રોલથી.

નૃત્ય પ્રતિભા

નૃત્ય પ્રતિભા

મેરી જંગ ફિલ્મ દ્વારા જ જાવેદની નૃત્ય પ્રતિભા પણ લોકો સામે આવી. આ ફિલ્મના ગીત બોલ બેબી બોલ... માં જાવેદનું ડાન્સ પરફૉર્મન્સ જોઈ સૌ આશ્ચર્યમાં પડી ગયાં.

નાના પડદે

નાના પડદે

ફિલ્મો ઉપરાંત જાવેદ જાફરીને નાના પડદે પણ ઓળખ મળવા લાગી. ખાસ તો યુવા આધારિત કાર્યક્રમો પ્રસારિત કરતી વી ચૅનલના હોસ્ટિંગ તથા હાસ્ય કાર્યક્રમોમાં કામ કરતા જાવેદની લોકપ્રિયતા વધતી ગઈ.

હાસ્ય અભિનેતા

હાસ્ય અભિનેતા

ટાઇમેક્સ ટાઇમપાસ જેવા ગીત આધારિત કાર્યક્રમોમાં જુદા-જુદા હાસ્ય ચરિત્રો રજૂ કરી જાવેદ જાફરી ઉત્કૃષ્ટ હાસ્ય અભિનેતાઓની શ્રેણીમાં જોડાઈ ગયાં.

ધમાલ

ધમાલ

જાવેદ જાફરીની તાજેતરના વર્ષોમાં આવેલી ફિલ્મોમાં સૌથી હિટ હતી ધમાલ. આશિષ ચૌધરી, રીતેશ દેશમુખ અને અરશદ વારસી સાથેની ધમાલ ફિલ્મમાં જાવેદ જાફરીએ અરશદ (આદિ)ના ભાઈ માનવ તરીકેનો રોલ કર્યો. તેમની મૂર્ખામી ભરી કૉમેડી જોઈ લોકો પેટ પકડીને હસ્યાં. ઉપરાંત ડબલ ધમાલ, બેશરમ, વૉર છોડ ના યાર જેવી ફિલ્મોમાં પણ જાવેદે કામ કર્યું છે.

બૂગી-વૂગી કમબૅક

બૂગી-વૂગી કમબૅક

જાવેદ જાફરીને પોતાના ભાઈ નાવેદ જાફરી અને સહયોગી રવિ બહલ સાથે બૂગી-વૂગી જેવા ડાન્સ શોને જજ કર્યો. આ શો સોની ટીવી પર 1996થી શરુ થયુ હતું. આજે પણ આ શોની લોકપ્રિયતા જળવાયેલી છે. વચ્ચે આ શો બંધ થઈ ગયો હતો, પરંતુ જાવેદ-નાવેદ-રવિની ત્રિપુટી ફરીથી આ શો લઈને આવી રહી છે.

માઈ કા લાલ

માઈ કા લાલ

જાવેદ જાફરીએ તાજેતરમાં જ ડિઝની ચૅનલ પર પ્રસારિત થનાર માઈ કા લાલ નામના ગેમ શોને હોસ્ટ કરવાનું શરૂ કર્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X