ક્યારેક B ગ્રેડ ફિલ્મોમાં હદથી વધારે બોલ્ડ સીન આપી ચુકી છે જેઠાલાલની દયા, વિશ્વાસ ન હોય તો જોઈ લો ફોટો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ઘર ઘર સુધી ફેમસ થયેલી દયા એટલે કે દિશા વાકાણી આજે શોથી દુર છે. દિશા વાકાણીની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે નિર્માતાઓ આજ સુધી તેની જગ્યાએ બીજી અભિનેત્રીને લાવી શક્યા નથી.
દયા ભાભીના પાત્રમાં ફેમસ થયેલી દિશા વાકાણી વિશે બહુ ઓછા લોકો જાણે છે. ઘણા લોકોને ખબર નથી કે દયા ભાભી ઉર્ફે દિશા વાકાણીએ કરિયરની શરૂઆતમાં બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યુ છે. આ ફિલ્મોમાં તેને ઘણા બોલ્ડ સીન હતા.

દિશા વાકાણી ફિલ્મ કમસિન ધ અનટચ્ડમાં જોવા મળી હતી. આટલું જ નહીં આ ફિલ્મમાં દિશા વાકાણી પણ બોલ્ડ સીન કરતી જોવા મળી હતી. આ ફિલ્મમાં દિશા વાકાણીએ કોલેજ સ્ટુડન્ટનો રોલ કર્યો હતો.
દિશા વાકાણીએ કેટલીક જાણીતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દિશા વાકાણી ફિલ્મ જોધા અકબરમાં નોકરાણીના રોલમાં જોવા મળી હતી. આમાં ઐશ્વર્યા રાય બચ્ચને જોધાનું પાત્ર ભજવ્યું હતું. તેની આસપાસ પાંચથી સાત નોકરાણી રહેતી હતી. દિશા વાકાણી પણ તેમાંથી એક હતી. અભિનેત્રીએ ફિલ્મ લવ સ્ટોરી 2050માં નોકરાણીની ભૂમિકા ભજવી હતી અને આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.

જો કે તેને સાચી ઓખળ તો ટેલિવિઝનના સૌથી લાંબા સમય સુધી ચાલતા કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી જ મળી. તે તેની વાર્તા કરતાં તેના પાત્રોને કારણે વધુ હેડલાઇન્સમાં રહે છે. આમાં જેઠાલાલ અને દયા બેન સાથે બાપુજી અને બબીતા જી ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે આ સીરિયલમાં દિશા વાકાણીએ દયાબેનનો રોલ કર્યો હતો. જેને દર્શકોએ પણ ખૂબ પસંદ કર્યું હતું.












Click it and Unblock the Notifications
