Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જ્હાનવી કપૂરની પહેલી ફિલ્મની આટલી ઓછી ફી, જાણો બાકીના સ્ટાર્સના ભાવ

ફિલ્મમાં જ્હાનવીથી વધુ ફી ઈશાન ખટ્ટરને મળી છે. જો કે ઈશાન જ્હાનવીથી પહેલા ફિલ્મોમાં ડેબ્યુ કરી ચૂક્યો છે.

હમણાંથી બોલિવુડની અમુક મોટી ફિલ્મોને લઈને જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. એમાંથી એ ફિલ્મ છે જ્હાનવી કપૂર અને ઈશાન ખટ્ટરની આવનારી ફિલ્મ ધડક. ધડકના ટ્રેલર બાદ માનવામાં આવી રહ્યુ છે કે જ્હાનવી કપૂર બોલિવુડની સુપરસ્ટાર એક્ટ્રેસ બની શકે છે. વળી, ઈશાન પણ શાનદાર એક્ટરની યાદીમાં શામેલ થઈ શકે છે. હોય પણ કેમ નહિ. આ ફિલ્મ માટે બંને ન્યૂકમર્સે તનતોડ મહેનત કરી છે. તેમની આ મહેનત સ્ક્રીન પર જોવા મળે છે. વળી, આ તનતોડ મહેનત માટે તેમને તગડી ફી મળી છે. જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.

આ ફિલ્મની રીલિઝ પહેલાથી જ જ્હાનવી કપૂર નેપોટીઝમ જેવા મુદ્દાઓને લઈને ચર્ચામાં રહી છે. જ્યાં એક તરફ તેને ખૂબ પ્રશંસા મળી છે ત્યાં બીજી તરફ તેને નેગેટિવ પ્રતિક્રિયાઓ પણ ઓછી નથી મળી. આ ફિલ્મમાં જ્હાનવીથી વધુ ફી ઈશાન ખટ્ટરને મળી છે. જો કે ઈશાન જ્હાનવીથી પહેલા ફિલ્મોમાં ડેબ્યુ કરી ચૂક્યો છે. તેની પહેલી ફિલ્મ માજિદ મજીદીની બિયોન્ડ ધ ક્લાઉડ્ઝ હતી.

ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ શશાંત ખેતાનના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ધડક 20 જુલાઈના રોજ રીલિઝ થઈ રહી છે. નાના બજેટમાં તૈયાર કરવામાં આવેલી આ ફિલ્મમાં આશુતોષ રાણા જેવા દિગ્ગજ સ્ટાર પણ છે. આગળ જાણો જ્હાનવી કપૂરથી લઈને આશુતોષ રાણા જેવા સ્ટાર્સે ધડક ફિલ્મ માટે કેટલી ફી ચાર્જ કરી અને જાણો ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો -

ઈશાન ખટ્ટર

ઈશાન ખટ્ટર

ધડકના હીરો એટલે કે ઈશાન ખટ્ટરને આ ફિલ્મ માટે 60 થી 70 લાખ રૂપિયા ફી આપવામાં આવી છે. આ ફિલ્મમાં જ્હાનવીથી વધુ ફી ઈશાન ખટ્ટરને મળી છે. જો કે ઈશાન જ્હાનવીની પહેલાથી જ ફિલ્મોમાં ડેબ્યુ કરી ચૂક્યો છે. તેની પહેલી ફિલ્મ માજિદ મજીદીની બિયોન્ડ ધ ક્લાઉડ્ઝ હતી.

આશુતોષ રાણા

આશુતોષ રાણા

આ ફિલ્મમાં જ્હાનવી કપૂરના પિતા અને બાહુબલી નેતાની ભૂમિકા નિભાવી રહેલા આશુતોષ રાણાને 50 લાખ ફી મળી રહી છે.

શશાંક ખેતાન

શશાંક ખેતાન

ધડકના ડાયરેક્ટરની વાત કરીએ તો શશાંક ખેતાનને આ ફિલ્મ માટે 4 કરોડ ફી આપવામાં આવી છે.

નાગરાજ મંજુલે

નાગરાજ મંજુલે

વળી, સૈરાટના અસલી નાગરાજ મંજુલેને હિંદી રિમેક ધડક માટે 2 કરોડ ફી આપવામાં આવી છે.

અજય-અતુલ

અજય-અતુલ

ધડકના ટ્રેલરમાં બેકગ્રાઉન્ડમાં જે શાનદાર મ્યુઝિક છે તે અજય-અતુલની જોડીએ આપ્યુ છે. આના માટે તેમને 1.5 કરોડ ફી આપવામાં આવી છે.

જ્હાનવી કપૂર

જ્હાનવી કપૂર

મીડિયા રિપોર્ટ્સની માનીએ તો જ્હાનવી કપૂરને આ ફિલ્મ માટે માત્ર 40 થી 45 લાખ ફી આપવામાં આવી છે.

ફિલ્મનું બજેટ

ફિલ્મનું બજેટ

જ્હાનવી કપૂરની પહેલી ફિલ્મનું બજેટ એટલે કે ધડક ફિલ્મનું બજેટ 25 થી 30 કરોડ જણાવવામાં આવી રહ્યુ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X