Pics : વાંચો શું હતું જિયા ખાનનું છેલ્લું ટ્વીટ

મુંબઈ, 4 જૂન : જિયા ખાને આત્મહત્યા કરતાં બૉલીવુડ સહિત સમગ્ર દેશ શૉક્ડ છે. નિઃશબ્દ ફૅમ જિયા ખાન ભલે ત્રણ જ ફિલ્મોમાં દેખાયાં, પરંતુ તેઓ બૉલીવુડ અને ગ્લૅમરસ જગતમાં જાણીતું નામ બની ગયાં હતાં.

બૉલીવુડ સેલિબ્રિટીઓનું કહેવું છે કે જિયા છેલ્લા કેટલાંક સમયથી પરેશાન હતાં, પરંતુ કોઇએ ધાર્યુ નહોતું કે તેઓ આટલું મોટું પગલું ભરી લેશે. અમિતાભ બચ્ચન અને આમિર ખાન તથા અક્ષય કુમાર જેવા કલાકારો સાથે કામ કરનાર જિયા ખાનની લાશ ગઈકાલે રાત્રે તેમના ઘરે પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. કોઈ સુસાઇડ નોટ મળી નથી. તેથી જિયાના મોત અંગે રહસ્ય જળવેયાલું છે. જિયા ખાન ભલે બૉલીવુડમાં પોતાનું આગવું સ્થાન નહોતા જમાવી શક્યાં, પરંતુ એક મૉડેલ તરીકે તેઓ ખૂબ જ ફેમસ રહ્યાં છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો.

જિયા ખાનનું છેલ્લું ટ્વીટ

જિયા ખાનનું છેલ્લું ટ્વીટ

જિયા ખાને 24મી મેના રોજ કરેલ પોતાના છેલ્લા ટ્વીટમાં લખ્યુ હતું - મને માફ કરશો. હું ટ્વિટર ઉપર ઘણા સમયથી નહોતી. મેં થોડાક વખતનો બ્રેકલીધો હતો. ક્યારેક-ક્યારેક તમારે થોડોક આરામ લેવો પડે છે પોતાના વિચારો સમેટવા માટે.

અમિતાભ બચ્ચન શૉક્ડ

અમિતાભ બચ્ચન શૉક્ડ

અમિતાભ બચ્ચન કે જેમણે નિશબ્દ જિયા સાથે કરી હતી આ સમાચારથી શૉક્ડ છે. અમિતાભે ટ્વીટ કર્યું - ક્યા... જિયા ખાન.. ક્યા હુઆ... ક્યા યે સચ હૈ... યકીન નહીં હોતા.

સુંદર ચહેરા પાછળ કેટલાં ગમ

સુંદર ચહેરા પાછળ કેટલાં ગમ

ફરાહ ખાને ટ્વીટ કર્યું - કોઈ નથી જાણતું કે કોઇક સુંદર ચહેરાના સ્મિત પાછળ કેટલું ગમ છે. જિયા ખાને પોતાનું જીવન સમાપ્ત નહોતું કરવું જોઇતું. માણસ પાસે હંમેશા ચૉઇસ હોય છે. ભગવાન જિયાના આત્માને શાંતિ અર્પે.

દુઃખી છે અનુપમ ખેર

દુઃખી છે અનુપમ ખેર

અનુપમ ખેરે, જેમણે જિયા ખાન સાથે કામ કર્યુ હતું, ટ્વીટ કર્યું - ઘણા વખત પહેલા જ્યારે મેં જિયા ખાન સાથે કામ કર્યુ હતું, તેઓ ઝિંદગીથી ભરપૂર છોકરી હતાં. આ ખૂબ દુઃખની વાત છે કે કોઇક ચીજે તેમને આટલા મજબૂર કર્યાં કે તેમણે આવું પગલું ભર્યું.

ચિત્રાંગદાએ શોક વ્યક્ત કર્યો

ચિત્રાંગદાએ શોક વ્યક્ત કર્યો

ચિત્રાંગદા સિંહે ટ્વીટ કરી જિયાના મોત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું - જિયા ખાનના આત્માને શાંતિ મળે. આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. ભગવાન જિયા ખાનને કોઇક ખુશખુશાલ જગ્યાએ રાખે. મારી દુઆઓ હંમેશા તેમની સાથે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X