જિયા સુસાઇડ કેસ: સુરજ પંચોલીને હાઇકોર્ટે આપ્યા જામીન

આખરે અભિનેત્રી જિયા ખાન સુસાઇડ કેસમાં ફંસાયેલા આરોપી સુરજ પંચોલીને આજે હાઇકોર્ટે જામીન આપી દીધા છે. સુરજ પંચોલી 10 જૂનથી ન્યાયિક તપાસ હેઠળ હતા. શુક્રવારે એટલે કે 21 જૂનના રોજ સુરજ પંચોલીની જામીન અરજી સેશન કોર્ટે એવું કહીને ફગાવી દીધી હતી કે હજી આ મામલામાં સુરજ સાથે હજી પૂછપરછ કરવાની બાકી છે.

એવું કહીને કોર્ટે સુરજ પંચોલીને 11 જુલાઇ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધો હતો. હાઇકોર્ટે સુરજને 5000 બોન્ડ પર જામીન આપ્યા છે. સાથે સાથે સુરજનો પાસપોર્ટ પણ જમા કરી લીધો છે. સુરજને જુહુ પોલીસ સામે એક-એક દિવસ છોડીને હાજરી આપવી પડશે. હાઇકોર્ટે કહ્યું કે કોર્ટનું કહેવું છે કે સુરજ પહેલા પણ ઘણા દિવસ(21 દિવસ) જેલમાં રહી ચૂક્યા છે અને પોલીસ તેમની પર્યાપ્ત પૂછપરછ કરી ચૂકી છે. તેમની સામે કોઇ પૂરાવો રજૂ કરવામાં પણ પોલીસ નિષ્ફળ રહી છે માટે તેમને જેલમાં રાખવાનો પણ કોઇ અર્થ નથી.

sooraj pancholi
જોકે સુરજના વકીલે કહ્યું કે જિયાના જે લેટર પર સુરજની ધરપકડ થઇ છે, એ લેટરમાં ક્યાંય પણ સુરજનું નામ નથી. અમને તો જિયાના લેટર પર પણ શંકા છે કારણ કે જ્યારે જિયાએ આત્મહત્યા કરી હતી ત્યારે તેના રૂમ કે આખા ઘરમાંથી કોઇ સુસાઇડ લેટર મળ્યો ન્હોતો. જિયાના મોતના ચાર દિવસ બાદ તેનો અચાનક લવલેટર લોકોની સામે આવતા શંકા ઉદભવે છે.

ઉલ્લેખનીય છે કે જિયા ખાને 3 જૂનના રોજ રાત્રે પોતાના ઘરમાં ફાંસી લગાવી લીધી હતી. જિયાની આત્મહત્યાનું કારણ શું છે તેને જાણવા માટે પોલીસ દરેક સંભવ પ્રયત્નો કરી રહી છે. જ્યારે જિયાની માતા રાબિયા ખાને પણ જિયાના પ્રેમી સુરજ પંચોલી પર ચોંકાવનારા આરોપો લગાવ્યા હતા. રાબિયા ખાનના જણાવ્યા અનુસાર સુરજે જિયાનો ઉપયોગ કરીને તેને છોડી દીધી હતી જેના કારણે જિયાએ આત્મહત્યા કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X