સૂરજ પંચોલી 27મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં
મુંબઈ, 13 જૂન : બૉલીવુડ અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી સૂરજ પંચોલી હવે 27મી જૂન સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે. તેઓ આજ સુધી પોલીસ કસ્ટડીમાં હતાં. આજે તેમને કોર્ટમાં રજૂ કરાયાં કે જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયાં છે.

આ અગાઉ જિયાના માતા રાબિયા ખાને આરોપ લગાવ્યો હતો કે તેમની ઉપર બૉલીવુડમાંથી દબાણ બનાવાઈ રહ્યું છે કે તેઓ સૂરજ સામે લગાવાયેલ તમામ આરોપો પાછા ખેંચી લે, કારણ કે સૂરજ નિર્દોષ છે. રાબિયાએ કોઈનું નામ નથી લીધું, પણ એટલું કહ્યું કે તેમની પાસે મોટા સ્ટાર્સના ફોન આવી રહ્યાં છે કે જેઓ તેમને કહી રહ્યાં છે કે આપ સૂરજ સામે લગાવાયેલ તમામ આરોપો પાછા ખેંચી લો.
હાલ તો સૂરજ પંચોલીના માતા ઝરીના વહાબ વારંવાર એમ જ કહી રહ્યાં છે કે તેમના પુત્રને ફસાવવામાં આવી રહ્યું છે. ઝરીનાએ રાબિયા ખાનને મળવાના પણ પ્રયત્ન કર્યાં, પરંતુ રાબિયાએ તેમને મળવાનો ઇનકાર કરી દીધો હતો. રાબિયા ખાને તો જિયાના મોત માટે સૂરજ પંચોલી ઉપરાંત તેના પિતા આદિત્ય પંચોલી સામે પણ સવાલ ઊભા કર્યાં છે. તેમનું કહેવું હતું કે જિયા ખાન સાથે આદિત્યે પણ મારઝૂડ કરી હતી.
એમ તો સૂરજ પંચોલીને આજ સુધીના પોલીસ રિમાંડ ઉપર મોકલાયાં છે. આ અગાઉ જિયાના માતાએ સૂરજ તથા તેના પિતા આદિત્ય પંચોલી વિરુદ્ધ પણ પોતાની પુત્રી સાથે મારઝૂડ કરવાનો આરોપ મૂક્યો છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
