Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જૉન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયાને થયો કોરોના, બંને ઘરમાં ક્વૉરંટાઈન

અભિનેતા જૉન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા કોરોના પૉઝિટિવ થઈ ગયા છે.

મુંબઈઃ અભિનેતા જૉન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા કોરોના પૉઝિટિવ થઈ ગયા છે. જૉને જણાવ્યુ કે એ બંને સંપૂર્ણપણે વેક્સીનેટેડ છે અને તેમને હળવા લક્ષણ છે. જૉન અને તેની પત્ની પ્રિયા બંનેને ઘરમાં જ ક્વૉરંટાઈન કરવામાં આવ્યા છે. જૉનનુ કહેવુ છે કે તે 3 દિવસ પહેલા કોઈના સંપર્કમાં આવ્યા હતા જેમનો કોરોના રિપોર્ટ બાદમાં પૉઝિટીવ આવ્યો હતો.

John Abraham

જૉન અબ્રાહમે સોશિયલ મીડિયા પર આપી માહિતી

જૉન અબ્રાહમે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આની આખી માહિતી આપી છે. તેમણે લખ્યુ, 'હું ત્રણ દિવસ પહેલા એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો જે બાદમાં કોરોના પૉઝિટિવ નીકળ્યા. પ્રિયા અને મારો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. અમે બંને ઘરમાં ક્વૉરંટાઈન છીએ અને કોઈના સંપર્કમાં આવ્યા નથી. અમે બંનેએ વેક્સીન લઈ લીધેલી છે અને અત્યારે હળવા લક્ષણ છે. પ્લીઝ ઠીક અને હેલ્ધી રહો. માસ્ક પહેરીને રાખો.'

દેશભરમાં ફરીથી વધ્યો કોરોના વાયરસનો ખતરો

તમને જણાવી દઈએ કે દેશભરમાં કોરોના વાયરસનુ સંક્રમણ એક વાર ફરીથી ઝડપથી વધી રહ્યુ છે. નવા વેરિઅંટ ઓમિક્રૉનના વધતા કેસો સાથે મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર થમવાનુ નામ નથી લઈ રહ્યો. સામાન્ય લોકો સાથે મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે જણાવ્યુ છે કે રાજ્યના 10 મંત્રી અત્યાર સુધી કોવિડ પૉઝિટિવ થઈ ચૂક્યા છે. વળી, મુંબઈમાં સક્રિય કેસનો આંકડો 20 હજારને પાર જતો રહ્યો છે. એવામાં મહારાષ્ટ્રમાં પ્રતિબંધો વધી શકે છે. આ પહેલા ડાયરેક્ટર રાહુલ રવૈલ, નોરા ફતેહી, મૃણાલ ઠાકુર, અર્જૂન કપૂર, રણવીર શૌરીનો દીકરો અને અર્જીન કપૂરની બહેન અંશુલા પણ કોરોનાની ચપેટમાં આવી ગઈ હતી. કરીના કપૂર અને અમૃતા અરોરા, સોહેલ ખાનની પત્ની સીમા અને સંજય કપૂરની પત્ની મહીપ પણ કોરોના સંક્રમિત થઈ ગઈ હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X