તાતા ઉપર ફિલ્મ બનાવશે જ્હૉન, પોતે જ કરશે રોલ!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 2 જાન્યુઆરી : જ્હૉન અબ્રાહમ ધીમે-ધીમે એક ટૅલેંટેડ એક્ટર અને ગંભીર ફિલ્મમેકરની જેમ ઉપસી રહ્યાં છે. હવે તેઓ જેઆરડી તાતા ઉપર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે અને મોટી શક્યતા છે કે જ્હૉન અબ્રાહમ પોતે જ આ ફિલ્મમાં જેઆરડી તાતાનો રોલ કરશે.

john-jrdtata
જોકે હાલ કંઈ પણ કહેવું ઉતાવળિયુ ગણાશે, પરંતુ જો બધુ સમસુથરૂ રહે, તો જ્હૉન અબ્રાહમ આગામી ફિલ્મમાં જેઆરડી તાતા તરીકે નજરે પડી શકે છે. એક લીડિંગ ડેઇલીના જણાવ્યા મુજબ જ્હૉન અબ્રાહમ ફિલ્મના ત્રણ શીર્ષકો જેઆરડી તાતા, તાતા સન્સ તથા જમશેદજી પણ નોંધાવી ચુક્યાં છે. જો આ સાચુ હોય, તો તાતા ઉપર પહેલી ફિલ્મ બનશે.

સૂત્રે જણાવ્યું કે જ્હૉનના માતા પારસી હતાં. તેથી જ્હૉન અબ્રાહમ પારસી જીવનશૈલી સમજવા માટે પોતાને સક્ષમ માને છે અને તે અંગે વધુ રિસર્ચ કરવાની તેમને જરૂર નહીં પડે. જેઆરડી તાતાના પિતા પણ પારસી હતાં, જ્યારે માતા ફ્રેંચ હતાં.

જ્હૉન અબ્રાહમ અગાઉ બે સારી ફિલ્મોનું નિર્માણ કરી ચુક્યાં છે. તેમાં આયુષ્માન ખુરાના અભિનીત વિકી ડોનર તથા જ્હૉન અભિનીત મદ્રાસ કૅફેનો સમાવેશ થાય છે. જો બધુ આયોજન મુજબ થાય, તો શૂજીત સરકાર જ્હૉનની આ આગામી ફિલ્મનું દિગ્દર્શન કરશે. આ અગાઉ અભિષેક બચ્ચન અભિનીત ગુરુ ફિલ્મ આવી હતી કે જે ઉદ્યોગપિત ધીરૂભાઈ અંબાણીના જીવન પર આધારિત કહેવાતી હતી. હવે જ્હૉન અબ્રાહમ વધુ એક એવી જ ફિલ્મને લઈને આવી રહ્યાં છે.

English summary
John Abraham is likely to make a biopic on JRD Tata under his banner. He is likely to play the protagonist in the movie.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.