અભિષેક-અક્ષય-કરણ છે જ્હૉનના શ્રેષ્ઠ મિત્રો
મુંબઈ, 28 જાન્યુઆરી : રેસ 2 સાથે હાલ સૌથી વધુ ચર્ચામાં રહેનાર જ્હૉન અબ્રાહમનું માનવું છે કે તેમને પ્રસિદ્ધિ મોડેથી મળી. તેમણે જણાવ્યું કે જો બૉલીવુડમાં વધુ મિત્રો હોત, તો કદાચ બહુ પહેલાં જ તેમને પ્રસિદ્ધિ મળી જાત. જો તેમના નજીકના મિત્રો જોઇએ, તો તેઓ અભિષેક બચ્ચન, અક્ષય કુમાર અને કરણ જૌહરને પોતાના સૌથી પાકા મિત્રો ગણે છે.

રેસ 2 ફિલ્મના પ્રમોશન દરમિયાન જ્હૉન અબ્રાહમે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે ફિલ્મી હસ્તીઓ સાથે તેમનો બહુ વધારે સંબંધ નથી. તેઓ કામ કરે છે અને પોતાના રસ્તે ચાલતાં થાય છે. કદાચ આ જ કારણ છે કે તેમના બહુ વધારે મિત્રો નથી. વિકી ડોનર ફિલ્મ સાથે એક્ટરથી પ્રોડ્યુસર બનનાર જ્હૉન અબ્રાહમ જણાવે છે કે તેમને મોટા-મોટા દિગ્ગજો દ્વારા અપાતી પાર્ટીઓમાં પણ જવું વધુ પસંદ નથી.
જ્હૉને જણાવ્યું કે તેમના જે ત્રણ ખાસ મિત્રો છે, તેમની સાથે પણ તેઓની બહુ વધુ વાત નથી થતી. ક્યારેક-ક્યારેક ફોન અથવા ક્યાંક મળી જાય તો વાતચીત થાય. મારી આ ટેવથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ ખૂબ સારી રીતે વાકેફ છે. કદાચ તેથી જ કામ વખતે મારી સાથે લોકો ગપ્પા બહુ ઓછા મારે છે.
-
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
