હવે જ્હોન અબ્રાહમ બનાવશે મોટરસાયકલિંગ પર ફિલ્મ

મુંબઇ, 23 સપ્ટેમ્બર : બોલીવુડના એક્ટર અને પ્રોડ્યુસર જ્હોન અબ્રાહમ વિકી ડોનર જેવી લોકપ્રિય અને બોક્સ ઓફિસ પર છનાછન કરનારી ફિલ્મ બનાવ્યા બાદ હવે મોટરસાયકલિંગના સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવા માંગે છે.

બોલીવુડ અને તેમના ચાહકો સારી રીતે જાણે છે કે જોન અબ્રાહમને મોટરબાઈક્સનો ભારે શોખ છે. તેણે મોટરસાઈકલ રોડ રેસિંગ ચેમ્પિયનશિપની 'મોટો 2′ ફોર્મેટમાં એક સ્થાન પણ ખરીદ્યું છે. આ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે 'હવે હું મારા મનપસંદ વિષય અને શોખ મોટરસાઈક્લિંગ પર ફિલ્મ બનાવવા વિચારી રહ્યો છું.'

john-abraham-aprilia

મુંબઇમાં યોજાયેલા 'એપ્રિલિઆ RSV4' બાઈકના પ્રદર્શનના એક કાર્યક્રમમાં 40 વર્ષના જ્હોને જણાવ્યું કે મોટરસાઈક્લિંગ માટેના મારા પ્રેમને આગળ વધારીને હું તે વિશે એક ફિલ્મ બનાવવા વિચારું છું.

નોંધનીય છે કે જ્હોન તેની તાજેતરમાં જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'મદ્રાસ કેફે'ની સફળતાની ઉજવણીમાં મશગુલ છે. હવે તેણે 'વેલકમ બેક'નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X