Pics : રીયલ લાઇફમાં ક્રિશ છે રીલ લાઇફનો ‘કાલ’!
મુંબઈ, 12 માર્ચ : લાંબા સમય બાદ રૂપેરી પડદે ક્રિશ 3 અને ગ્રાન્ડ મસ્તી જેવી બે ફિલ્મોની સફળતાનો સ્વાદ ચાખનાર વિવેક ઓબેરૉય આજકાલ સમાજ સેવામાં જોતરાયેલા છે. ક્રિશ 3 ફિલ્મમાં કાલ તરીકેની વિલનની ભૂમિકા ભજવનાર વિવેક ઓબેરૉય આજકાલ રીયલ લાઇફમાં હીરો એટલે કે ક્રિશની ભૂમિકા ભજવી રહ્યાં છે.
વિવેક ઓબેરૉય પોતાના સામાજિક કાર્યોને દુનિયાનો અને ખુદાનો સૌથી મોટો ઉપકાર તથા પુરસ્કાર ગણે છે. વિવેક કહે છે કે જે મજા કોઈના હસતા ચહેરાને જોઈને આવે છે, તે દુનિયાના કોઈ પણ બીજા કામમાં નથી આવતી. તાજેતરમાં મીડિયા સાથે વાતચીતમાં વિવેકે જણાવ્યું - ફિલ્મોમાં અભિનય કરવો મારુ ઝનૂન છે, પણ બીજાઓના આંસૂ લૂછવા અને ચહેરાઓ પર હસી લાવવી બહુ ખાસ છે, કારણ કે તે મારા જીવનમાં જે એક ખાસ પ્રકારનો આત્મસંતોષ અને સાર્થકતા લાવે છે. તે સુખ મને આજ સુધી મળેલ કોઈ પણ પુરસ્કાર અને ઈનામ કરતાં વધુ સંતોષ આપે છે.
વિવેક ઓબેરૉયે વર્ષ 2004માં તામિળનાડુમાં આવેલી સુનામીમાં તબાહ થયેલ એક ગામને ફરી વસાવવામાં મદદ કરી. જે વખતે આ પ્રાકૃતિક આપત્તિએ કહેર વરસાવ્યો હતો, તે વખતે તેઓ ચેન્નઈમાં હતાં અને તેમણે છ ટ્રક રાહત સામગ્રી એકત્ર કરી હતી. વિવેકે રાજ્યના કુડ્ડાલોર જિલ્લામાં સુનામીમાં તબાહ થયેલ એક ગામને પછીથી દત્તક પણ લીધુ હતું.

સ્કૂલ ચલાવે છે વિવેક
વિવેક ઓબેરૉય ઉત્તરપ્રદેશના વૃંદાવન ખાતે એક સ્કૂલ પણ ચલાવે છે. પ્રોજેક્ટ દેવી નામની આ સ્કૂલ લાવારિસ મૂકાયેલી બાળકીઓને સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. વિવેક ત્યાં ચાલતા કાર્યની તપાસ માટે અવારવાર જતા હોય છે.

પરિવારનો સહકાર
સુરેશ ઓબેરૉયના પુત્ર વિવેક પોતાને સંવેદનશીલ બનાવવા અને સારા કામ માટે નાણા એકત્ર કરવા પોતાના પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. તેમણે જણાવ્યું - મારો પરિવાર હંમેશા મને સહકાર આપે છે.

પરિવાર પણ કરે છે સમાજ સેવા
વિવેકે જણાવ્યું - મારો પરિવાર હંમેશા સામાજિક કાર્યો સાથે જોડાયેલો રહ્યો છે. મારા માતાએ ત્રણ દાયકા કરતા વધુ સમય સુધી કૅંસરના દર્દીઓ માટે કામ કર્યું છે. મારા પિતાનો ઝોક હંમેશા ઝૂંપડઈોમાં રહેતા બાળકોને શિક્ષણ અપાવવા પ્રત્યે રહ્યો છે.

માતા-પિતા પાસે શીખી સમાજ સેવા
વિવેકે જણાવ્યું - તેથી જો હું સોશિયલ સર્વિસ કરૂ છું, તો તેની પાછળનું કારણ મારા મમ્મી-પપ્પા છે કે જેમના કાર્યોએ મને આવું કરવા પ્રેર્યાં.

કૅરિયર પાટે
વર્ષ 2013 વિવેક ઓબેરૉય માટે ઘણુ સારૂ રહ્યું, કારણ કે એકબાજુ તેમણે ક્રિશ 3માં કાલ બની લોકોને ઇમ્પ્રેસ કર્યાં, તો બીજી બાજુ તેમની ફિલ્મ ગ્રાન્ડ મસ્તીએ સો કરોડનો બિઝનેસ કર્યો કે જેથી તેમનું ડૂબતૂ કૅરિયર ફરીથી પાટે ચઢ્યું.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
