ઠાકરેના નિધનથી IGTમાં JTHJનું પ્રમોશન અટક્યું

શિવ સેના પ્રમુખ બાલ ઠાકરેના નિધનથી માત્ર મુંબઇ શહેર નહીં અહીં રહેનારાઓનું કામ કાજ પણ અટકી ગયું છે. ફિલ્મ સિટીમાં ચાલી રહેલા તમામ શૂટિંગ રોકી દેવામાં આવ્યા છે. થિયેટર્સમાં શૉ કેન્સલ કરવામાં આવ્યા છે. સમાચાર મળ્યા છે કે શનિવારે સાંજે શાહરૂખ ખાન પોતાની ફિલ્મ જબ તક હૈ જાનની ટીમ સાથે ફિલ્મનું પ્રમોશન કરવા માટે પહોંચ્યા હતા. એપિસોડનું શૂટિંગ ચાલું જ હતું અને સમાચાર મળ્યા કે બાલ ઠાકરેનું નિધન થયું છે અને શૂટિંગ અધવચ્ચેથી રોકીને ટીમને ઘરે પાછી મોકલી દેવામાં આવી હતી.

jab-tak-hai-jaan-star-cast-igt

બૉલિવુડના બાદશાહ ગણાતા શાહરૂખ ખાને પોતાની ફિલ્મ જબ તક હૈ જાનના પ્રમોશનમાં કોઇ કસર બાકી રાખી નથી. ટેલિવિઝનના તમામ હિટ શૉ જેવા કે કૌન બનેગા કરોડપતિ, સારેગામાપામાં પોતાની ફિલ્મ પ્રમોટ કરી હતી. 17 નવેમ્બરે શાહરૂખ ખાન ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ નામના શૉમાં ફિલ્મનો પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. શૂટિંગ દરમિયાન બાલા સાહેબ ઠાકરેના નિધનના સમાચાર આવ્યા હતા. સેટ પર કોઇ પ્રકારની બબાલ થાય નહીં તે માટે તાત્કાલિક ધોરણે શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું. આ કારણે શાહરૂખ ખાન, કેટરિના કૈટ અને અનુષ્કા શર્મા પોતાના ઘરે પાછા ફર્યા હતા.

આ એપિસોડ રવિવારે 18 નવેમ્બરે ટેલિકાસ્ટ થવાનો હતો. પણ શૂટિંગ પૂરું નહીં થવાને કારણે હવે આવતા સપ્તાહે શૂટિંગ પૂરું કર્યા બાદ તેને દર્શાવવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X