Trailer:'જુડવા 2'ના વરુણના લૂક પર ફેનની કમેન્ટ, મેડ ઇન ચાઇના

સોમવારે કોમેડી ફિલ્મ 'જુડવા 2'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.

સલમાન ખાનની સુપરહિટ કોમેડી ફિલ્મ 'જુડવા'ની સિક્વલ ફિલ્મ 'જુ઼ડવા 2'નું ટ્રેલર આખરે લોન્ચ થઇ ગયું છે. રોમાન્સ, એક્શન અને લાફ્ટરથી ભરપૂર છે વરુણ ધવનની આગામી ફિલ્મનું ટ્રેલર. ડબલ રોલમાં જોવા મળતા વરુણ ધવનના પાત્રોના નામ પણ એ જ છે, જે સલમાનની ફિલ્મમાં હતા. પ્રેમ અને રાજા.

જુડવા 2

જુડવા 2

પ્રેમ યુકેમાં રહેતો સિંપલ અને ડિસન્ટ સ્ટુડન્ટ છે, જ્યારે રાજા ગુંડો છે. સલમાન ખાનની ફિલ્મ 'જુડવા'નો પ્લોટ પણ આવો જ હતો. આ ફિલ્મમાં સલમાનની સાથે લીડ રોલમાં કરિશ્મા કપૂર અને રંભા હતા. 'જુડવા 2'માં લીડ રોલમાં તાપસી પન્નુ અને જેકલિન ફર્નાન્ડિઝ જોવા મળનાર છે.

ઓરિજિનલ ફિલ્મને કરશો યાદ

ઓરિજિનલ ફિલ્મને કરશો યાદ

હાસ્ય અને રમૂજી ટુચકાઓથી ભરપૂર આ ફિલ્મનું ટ્રેલર જોઇને તમે સલમાનની ઓરિજિનલ ફિલ્મને યાદ કર્યા વગર નહીં શકો. ફિલ્મનું ટ્રેલર ઘણાને ખૂબ પસંદ પડ્યું છે, તો ઘણાએ સોશિયલ મીડિયા પર વરુણ ધવનની માજક પણ ઉડાવી છે. આ ફિલ્મ સલમાનની ફિલ્મની સિક્વલ છે, આથી વરુણ ધવનની તુલના સલમાન સાથે થાય એ સ્વાભાવિક છે.

મેડ ઇન ચાઇના

મેડ ઇન ચાઇના

સોશિયલ મીડિયા પર એક યૂઝરે 'જુડવા'નો સલમાનનો ફોટો અને 'જુડવા 2'નો વરુણ ધવનનો ફોટો પોસ્ટ કર્યો છે. તેણે પોતાની પોસ્ટમાં સલમાનને ઓરિજિલ અને વરુણ ધવનને 'મેડ ઇન ચાઇના' કહી વરુણના લૂકની મજાક ઉડાવી છે.

'જુડવા 2'નું ટ્રેલર

સલમાન ખાનના ફેન્સ માટે ખુશીની વાત એ છે કે, આ ફિલ્મમાં સલમાન ખાન પણ એક કેમિયો પ્લે કરતા જોવા મળશે અને તે પણ ડબલ રોલમાં. 'જુડવા 2' ફિલ્મ 29 સપ્ટેમ્બર, 2017ના રોજ રિલીઝ થનાર છે. આ ફિલ્મનું ટ્રેલર જુઓ અહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X