પુનઃ સૈફ અલી ખાન સાથે ઇશ્ક ફરમાવશે કૅટરીના કૈફ
મુંબઈ, 11 એપ્રિલ : બૉલીવુડના નંબર વન અભિનેત્રીઓમાંના એક કૅટરીના કૈફનાં પાંચે આંગળા ઘીમાં છે. એટલે જ તો તેઓ બૉલીવુડના ત્રણે ખાનો સાથે કામ કરી શક્યાં છે. કૅટરીનાની જોડી દરેક સાથે સુપરહિટ રહી છે. સલમાન, શાહરુખ અને આમિર સાથે કામ કરી ચુકેલ કૅટરીના કૈફે પુનઃ એક વાર સૈફ અલી ખાન સાથે કામ કરવા માટે હા પાડી દીધી છે. સૈફ સાથે રેસ જેવી સુપરહિટ ફિલ્મ આપનાર કૅટરીના કૈફે કબીર ખાનની નવી ફિલ્મ સ્વીકારી લીધી છે કે જેમાં તેમની સાથે સૈફ હશે.

કબીર ખાન એક રોમાંટિક થ્રિલર ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે અને તેમાં તેઓ સૈફ સાથે કૅટને લેવા માંગતાં હતાં. તેના માટે કૅટે ઇનકાર કર્યો નથી. ખેર, કૅટરીના કૈફ ઇનકાર કરી પણ કઈ રીતે શકે, કારણ કે કબીર ખાનની જ ફિલ્મ એક થા ટાઇગરના કારણે કૅટે ગત વર્ષે ધૂમ મચાવી હતી. એક થા ટાઇગર 2012ની સૌથી મોટી હિટ ફિલ્મ રહી હતી.
એમ પણ હાલ કૅટરીના કૈફ આમિર ખાન સાથે ધૂમ 3 ફિલ્મમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેઓ પ્રથમ વાર આમિર ખાન સાથે આવી રહ્યાં છે. આમિરનો રોલ નેગેટિવ છે, તો કૅટરીના એક્શન રોલમાં સામે આવનાર છે. તે માટે કૅટે માર્શલ આર્ટની મદદ પણ લીધી છે.












Click it and Unblock the Notifications
