એ કાદર ભાઈ... ઉજવે છે 78મો જન્મ દિવસ

મુંબઈ, 22 ઑક્ટોબર : બૉલીવુડમાં અનેક ક્ષેત્રે મહત્વનો ફાળો આપનાર કાદર ખાન આજે 78 વર્ષના થઈ ગયાં છે. તેઓ શાનદાર અભિનેતા, કૉમેડિયન, સંવાદ લેખક તો છે જ અને હવે તેઓ નિર્માતા પણ બનવા જઈ રહ્યાં છે.

પાકિસ્તાનના પીશીનમાં 1935મા જન્મેલા કાદર ખાનનો જન્મ પાકિસ્તાનના પિશીનમાં 22મી ઑક્ટોબર, 1935ના રોજ થયો હતો. કાદર ખાન જ્યારે એક વર્ષના હતા ત્યારે તેમના પિતા અબ્દુલ રેહમાન ખાન તેમને મુંબઈ લઈ આવ્યા હતા. મુંબઈમાં જ તેમનુ ભણતર થયુ. તેઓ ઈસ્માઈલ યુસુફ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા અને ત્યારબાદ એમ. એચ. સાબુ કોલેજ ઓફ એન્જીનિયરિંગમાં સિવિલ એન્જીનિયરિંગના પ્રોફેસર તરીકે સેવા આપી હતી. પરંતુ અચાનક દિલીપ કુમારની નજરે ચડતા તેઓ બૉલીવુડમા અભિનય અને લેખક તરીકે આવી ગયા.

kaderkhan

કાદર ખાન બૉલીવુડમાં સદાબહાર કૉમેડિયન, ડાયલૉગ અને સ્ક્રિપ્ટ રાઈટર તરીકે લગભગ 1970થી કાર્યરત છે. તેઓ 300થી વધુ ફિલ્મોમાં અભિનય અને લગભગ 1000થી વધુ ફિલ્મોમાં ડાયલૉગ લખી ચુક્યાં છે. તેમણે તેમના કૅરિયરમાં જિતેન્દ્ર, અમિતાભ બચ્ચન, ફિરોઝ ખાન, ગોવિંદા જેવા અનેક કલાકારોને ઐતિહાસિક ઉંચાઈએ પહોચાડ્યા હતા.

તેમણે હિન્દી ઉપરાંત ઉર્દૂ ફિલ્મોમાં કામ કર્યુ છે. સલીમ-જાવેદની જેમ અમિતાભ બચ્ચનને સફળતા અપાવવામાં કાદર ખાનનો પણ હાથ છે. તેમણે અમિતાભ બચ્ચનના ઘણા યાદગાર ડાયલોગ અનેક ફિલ્મો માટે લખેલા છે. જેમ કે મિસ્ટર નટવરલાલ, અમર અકબર એન્થૉની, અગ્નિપથ, મુકદ્દર કા સિકંદર, લાવારિસ અને નસીબ જેવી ફિલ્મોએ બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. કાદરે શક્તિ કપૂર અને જ્હૉની લીવર જેવા કૉમેડિયનો સાથે પણ કામ કર્યુ છે. તેઓએ ફિલ્મમાં તમામ પ્રકારના સહાયક અભિનેતાના કિરદાર કર્યા છે જેમ કે પિતા, ભાઈ, કાકા, દોસ્ત, સંબંધી, વિલન, મહેમાન કલાકાર અને કોમેડિયન. તેમણે ટીવી સીરિયલ હંસના મત પણ કરેલી છે.

તેમની કેટલીક ફિલ્મો આજે પણ લોકોને યાદ છે. જેમ કે હિમ્મતવાલા, કુલી નં 1, મૈં ખિલાડી તૂ અનાડી, કાનૂન અપના અપના, ખૂન ભરી માંગ, કર્મા, સલ્તનત, સરફરોઝ, ધરમ વીર. કાદર ખાન વિશ્વમાં સૌથી ફિલ્મોમાં ડાયલૉગ લખવાનો વિક્રમ ધરાવે છે. તેમને ત્રણ ફિલ્મફૅર એવોર્ડ અને એક લાઈફટાઈમ ઍચીવમેન્ટ ઍવોર્ડ મળ્યો છે. તેમને ત્રણ સંતાનો છે જે હૉલેન્ડ અને કૅનેડામાં રહે છે. તેમના દિકરા સરફરાઝ ખાન ફિલ્મોમાં નાનકડી ભૂમિકા ભજવવા આવેલા પણ તેને સફળતા મળી નહોતી. કાદર ખાન ભારત ઉપરાતં કૅનેડાનુ નાગરિકત્વ પણ ધરાવે છે. તેઓ પોતાના બંને દીકરાઓને લઈને હવે નિર્માતા તરીકે આવી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X