Premiere : ‘કાઇ પો છે’ ઉપર ફિદા થઈ ગયું બૉલીવુડ
મુંબઈ, 19 ફેબ્રુઆરી : ગઈકાલે રાત્રે અભિષેક કપૂરની બહુચર્ચિત કાઇ પો છે ફિલ્મનું ગ્રાંડ પ્રીમિયર મુંબઈ ખાતે યોજાયું. તેમાં બૉલીવુડની જાણીતી હસ્તીઓએ હાજરી આપી. સૌને ફિલ્મ બહુ સારી લાગી છે. સૌએ ફિલ્મના દિલ ખોલીને વખાણ કર્યાં. હૃતિક રોશને ફિલ્મને હાર્ટ ટચિંગ જણાવી, તો વિદ્યા બાલને પણ કહ્યું કે કાઇ પો છે શાનદાર છે કે જે લોકોને જરૂર સારી લાગવી જોઇએ.

કાઇ પો છે ફિલ્મના પ્રીમિયર પ્રસંગે ફિલ્મની આખી ટીમ હાજર હતી. ફિલ્મના નવા ચહેરાઓ સુશાંત સિંહ રાજપૂત, રાજકુમાર યાદવ અને અમિતા સાધને ફિલ્મ પાસે ખૂબ આશાઓ છે. ફિલ્મના દિગ્દર્શક અભિષેક કપૂર અગાઉ આર્યન અને રૉક ઑન જેવી ફિલ્મો બનાવી ચુક્યાં છે. કાઇ પો છેને બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ખૂબ વખાણ મળ્યાં છે.
નોંધનીય છે કે ચેતન ભગતની જાણીતી નવલકથા ધ થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ પર આધારિત કાઇ પો છે ફિલ્મમાં ત્રણ મિત્રોની વાર્તા છે કે જેમનો ભેંટો ધર્મગુરુઓ સાથે થઈ જાય છે અને ત્યારે જ એક મિત્રને બીજા મિત્રની બહેન સાથે પ્રેમ થઈ જાય છે. અભિષેક અગાઉ જ કહી ચુક્યાં છે કે ફિલ્મમાં ધર્મ, રાજકારણ અને ક્રિકેટની નવી તસવીર લોકો સમક્ષ રજૂ થશે. ફિલ્મ 22મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
