Video : બોલ્ડ ટાઈટ ડ્રેસમાં ઈવેન્ટમાં પહોંચી કાજોલ, લુક જોઈને ટ્રોલ ભડક્યા
અભિનેત્રી કાજોલ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ દો પત્તી માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ફિલ્મની ચર્ચામાં વચ્ચે કાજોલ હાલમાં જ બોલ્ડ અંદાજમાં ઈવેન્ટમાં પહોંચી હતી.
કાજોલ ફિલ્મ સિવાય ઘણી વખત તેની કેટલીક વિચિત્ર બાબતોનને કારણે ટ્રોલ થાય છે. હાલમાં જ કાજોલ ઓટીટી એવોર્ડ શોમાં પહોંચી હતી. અહીંથી તેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો કાજોલને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

કાજોલ હોટ બ્લેક ડ્રેસમાં OTT એવોર્ડ શોમાં પહોંચી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કાજોલ તેના ડ્રેસમાં અનકમ્ફર્ટેબલ લાગી રહી છે. હવે તેને આ ટાઈટ ડ્રેસ માટે ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે.
કાજોલના આ વીડિયો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે. તેના ટાઇટ ડ્રેસ માટે પણ લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, તમારું પેટ નીકળી ગયું છે.
અન્ય એક યુઝરે લખ્યું કે, એવું લાગે છે કે તે પોતાની દીકરીનો ડ્રેસ પહેરીને ઈવેન્ટમાં આવી છે. ટિપ્પણી કરતાં એક વ્યક્તિએ લખ્યું કે, તમે આટલો એટિટ્યુડ કેમ દેખાડી રહ્યા છો? આ ઈવેન્ટમાં કાજોલનું વર્તન ઘણા લોકોને પસંદ નથી આવ્યુ.
જણાવી દઈએ કે, કાજોલ ફિલ્મ દો પત્તીમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં કાજોલ સાથે કૃતિ સેનન પણ જોવા મળશે. આ સિવાય કૃતિ સેનન પણ આ ફિલ્મની નિર્માતા છે. મળતી માહિતી મુજબ, આ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મની વાર્તા સાહસ અને રહસ્યથી ભરેલી છે.












Click it and Unblock the Notifications
