સંતાનો માટે ટીવી એડ કરે છે કાજોલ
મુંબઈ, 13 સપ્ટેમ્બર : બૉલીવુડના દમદાર અભિનેત્રીઓમાંના એક કાજોલે પોતાના કૅરિયરની ટોચે લગ્ન કરી ઘર વસાવી લીધું. ખાસથી લઈ સામાન્ય મહિલા અને યુવતીઓની પ્રેરણા તેમજ આદર્શ કાજોલ ફિલ્મોમાં ઓછાં, ટેલીવિજન એડમાં વધારે નજરે પડે છે. તેનું એક ખાસ કારણ છે અને તે છે તેમના સંતાનો. કાજોલ હાલ બે બાળકો ન્યાસા (10) તથા યુગ (3)ના લવિંગ અને કૅરિંગ મધર છે.

કાજોલનું કહેવું છે કે તેમના માટે તેમના સંતાનો કોઈ પણ બાબત કરતા પહેલા છે. બસ વધુ એક-દે વરસની વાત છે કે જ્યારે મારા બાળકો સમજદાર થઈ જશે. ત્યારે હું આરામથી ફિલ્મોમાં સક્રિય થઈ જઇશ. હું ટીવી એડમાં એટલા માટે નજરે પડુ છું, કારણ કે એડના શૂટિંગમાં ઓછો સમય લાગે છે. ઓલે અને વ્હર્લપૂલ જેવી જાહેરખબરોમાં નજરે પડનાર કાજોલે તાજેતરમાં હગીજ વંડર પૅંટ્સનું લૉન્ચિંગ કર્યું છે.
કાજોલે જણાવ્યું - સંબંધો પર ધ્યાન આપવું જરૂરી છે. હું અને અજય સાથે ખુશ છીએ. દરેક સંબંધમાં તાલમેલની જરૂર હોય છે. મેં પોતાના સંબંધમાં તાલમેલ બેસાડ્યું છે. કાજોલ ટુંકમાં જ બૉલીવુડમાં કમબૅક કરવાના છે. તેઓ પોતાના પતિ અજયની નિર્માણ કંપની દ્વારા બનનાર ફિલ્મ દ્વારા કમબૅક કરશે.












Click it and Unblock the Notifications
