સોશિયલ મેસેજ આપવાના ચક્કરમાં આ શું કરી બેઠી કલ્કી?

Written By:
Subscribe to Oneindia News

એવું લાગે છે જાણે બિકિની બાદ હવે બોલિવૂડ એક્ટ્રેસિસમાં ન્યૂડ પિક્ચર્સ શેર કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી એક્ટ્રેસ ઈશા ગુપ્તા પોતાના અતિ બોલ્ડ ફોટોગ્રાફ્સને કારણે ચર્ચામાં હતી. આ તસવીરોને કારણે જ તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે એક્ટ્રેસ કલ્કી કોચલીને પોતાનો આ પ્રકારનો જ એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

કલ્કી કોચલીન

કલ્કી કોચલીન

કલ્કી કોચલીને આ બોલ્ડ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે અને તેની સાથે તેણે ખાસું બોલ્ડ હેશ ટેગ પણ આપ્યું છે. કલ્કીનો આ ફોટો હાલ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તેણે આ ફોટા સાથે કેપ્શન લખ્યું છે, Half way between shadow and light by @rivabubber

કલ્કીનો મેસેજ

કલ્કીનો મેસેજ

અહીં કલ્કી મહિલાઓને પોતાની બોડી સાથે કમ્ફર્ટેબલ રહેવાનો મેસેજ આપી રહી છે. આજે એવો એરા છે, જ્યાં વધારે પડતી જાડી અને વધારે પતલી, એમ બંન્ને પ્રકારની યુવતીઓને બોડી શેમિંગના શિકાર થવું પડે છે.

આશ્ચર્યજનક વાત

આશ્ચર્યજનક વાત

વધુ આશ્ચર્યજનક વાત તો એ છે કે, કલ્કીને તેની આ તસવીર પર અત્યાર સુધી માત્ર પોઝિટિવ કોમેન્ટ્સ મળી છે. લોકો તેની હિંમતના અને આ તસવીરના વખાણ કરી રહ્યાં છે. બાકી આવી તસવીરો માટે એક્ટ્રેસિસને મોટેભાગે ટ્રોલિંગ અને બોડી શેમિંગના શિકાર થવું પડતું હોય છે. ઈશા ગુપ્તા એનું તાજું ઉદાહરણ છે. ઈશા પોતાની બોલ્ડ તસવીરો પર મળતી નેગેટિવ કમેન્ટ્સથી એટલી ત્રાસી ગઇ હતી કે આખરે તેણે કોમેન્ટ સેક્શન જ બ્લોક કરી દીધું હતું.

ફેમિનિસ્ટ છે કલ્કી

ફેમિનિસ્ટ છે કલ્કી

કલ્કી કોચલીન બોલિવૂડની ફેમિનિસ્ટ એક્ટ્રેસિસમાંની એક છે. તે મહિલાઓને પોતાના શરીરને પ્રેમ કરવાનું શીખવવા માંગે છે, ભલે તે ગમે તે શેપમાં હોય. તે પહેલાં પણ પોતાના અનેક હોટ અને બોલ્ડ ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે.

કલ્કીનો વીડિયો

કલ્કીનો વીડિયો

થોડા સમય પહેલાં જ કલ્કીનો એક વીડિયો પણ ખાસો વાયરલ થયો હતો, જેમાં તે 'એક મહિલાએ બીજી મહિલાને શું ન કહેવું' એ અંગે વાત કરતી જોવા મળી હતી. આ એક ફની પરંતુ સોશિયલ મેસેજ આપતો વીડિયો હતો. કલ્કી મહિલાઓના ઇક્વલ રાઇટ્સ માટે હંમેશા ઊભી થાય છે.

English summary
Kalki Koechlin goes nude in her latest Instagram picture & it looks like she is pooping. The image is black & white & her hashtag is love your nakedness.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.