For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમાલનું બર્થ ડે સેલિબ્રેશન : ગરીબોને ટ્રાઇસિકલ-સિલાઈ મશીનો આપી

|
Google Oneindia Gujarati News

ચેન્નઈ, 8 નવેમ્બર : પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અને નિર્માતા કમલ હસને ગુરુવારે પોતાનો 59મો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો. તેમણે નબળા વર્ગના કેટલાંક લોકો અને જરૂરિયાતમંદોને ટ્રાઇસિકલ તેમજ સિલાઈ મશીનો દાન કરી. પરોપકારનું આ સામાજિક કાર્ય કમલ હસના ફૅન્સ દ્વારા ચેન્નઈ ખાતે યોજવામાં આવ્યું.

કમલના પ્રવક્તાએ જણાવ્યું - તેમણે આખો દિવસ પોતાના ફૅન્સ વચ્ચે પસાર કર્યો. સવારે તેઓ પોતાના ઘરની બહાર ભેગા થયેલા ફૅન્સને મળ્યાં. દિવસે તેમણે સામાજિક કાર્યમાં ભાગ લીધો. તેમણે જરૂરિયાતમંદ લોકો વચ્ચે ટ્રાઇસિકલ તથા સિલાઈ મશીનોનું વિતરણ કર્યું.

પાંચ દાયકાથી અભિનેતા તરીકે ફિલ્મોમાં સક્રિય કમલ હસન દેશના બહેતરીન અભિનેતાઓમાં ગણાય છે. હાલ તેઓ પોતાની ફિલ્મ વિશ્વરૂપ 2નું શૂટિંગ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે કે જે આ જ વર્ષે રિલીઝ થયેલી વિશ્વરૂપની સિક્વલ છે. ઉપરાંત કમલ હસન પોતાના જૂના મિત્રો રમેશ અરવિંદ સાથે તામિળ તથા કન્નડ ભાષાઓમાં બનતી ઉથામા વિલન ફિલ્મમાં પણ કામ કરનાર છે.

જુઓ તસવીરોમાં કમલનું કમાલનું બર્થ ડે સેલિબ્રેશન :

ફૅન્સ સાથે ઉજવણી

ફૅન્સ સાથે ઉજવણી

કમલ હસને પોતાના 59મા જન્મ દિવસની ઉજવણી પોતાના ફૅન્સ સાથે કરી હતી. તેમના ફૅન્સ દ્વારા એક સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ગરીબોની મદદ

ગરીબોની મદદ

કલમ હસને જન્મ દિવસ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ લોકો વચ્ચે ટ્રાઇસિકલ તથા સિલાઈ મશીનોનું વિતરણ કર્યું.

શાનદાર અભિનેતા

શાનદાર અભિનેતા

હિન્દી સિને જગતમાં કમલ હસનને અનેક શાનદાર ફિલ્મો માટે યાદ કરાય છે. તેમાં સદમાથી માંડી ચાચી 420, હે રામ, અપ્પૂ રાજા અને વિશ્વરૂપ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. કમલે બૉલીવુડ કૅરિયર દરમિયાન સનમ તેરી કસમ જેવી શાનદાર ફિલ્મ પણ આપી હતી, પરંતુ તેઓ સાઉથમાં તો તેઓ રજનીકાંત બાદ લગભગ બીજા ક્રમે આવે છે.

શાંતિપૂર્વક ઉજવણી

શાંતિપૂર્વક ઉજવણી

કમલ હસને પોતાનો 59મો જન્મ દિવસ ખૂબ જ સાદગી અને શાંતિપૂર્વક ઉજવ્યો. તેમણે કોઈ મોટી પાર્ટીનું આયોજન કર્યુ નહિં.

રાજકીય-બૉલીવુડ હસ્તીઓની શુભેચ્છા

રાજકીય-બૉલીવુડ હસ્તીઓની શુભેચ્છા

કમલ હસનને તેમના જન્મ દિવસે રાજકીય પક્ષો અને અનેક બૉલીવુડ હસ્તીઓએ શુભેચ્છા આપી.

English summary
On his 59th birthday Thursday, actor-filmmaker Kamal Hassan distributed tricycles and sewing machines to some underprivileged people here through a charity programme organised by his fans.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X