For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે યુપી સરકારને વાંકુ પડ્યું વિશ્વરૂપમ સામે

|
Google Oneindia Gujarati News

લખનૌ, 31 જાન્યુઆરી : તામિળનાડુ સરકારના વલણની અસર ફિલ્મ વિશ્વરૂપમ ઉપર એ હદે પડી રહી છે કે દેશના બીજા રાજ્યોમાં પણ ફિલ્મની રિલીઝ અટકી પડી છે. હૈદરાબાદ તથા કર્ણાટક બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ આ ફિલ્મ હિન્દીમાં રિલીઝ થવા સામે જોખમ ઊભો થયો છે. યુપીમાં સમાજવાદી પક્ષ એટલે કે એસપી સત્તા ઉપર છે અને એસપીનું કહેવું છે કે જ્યાં સુધી તામિળનાડુમાં ફિલ્મ રિલીઝ નહીં થાય, ત્યાં સુધી યુપીમાં પણ તે રિલીઝ નહીં થાય.

Kamal Hassan

નોંધનીય છે કે વિશ્વરૂપમ ફિલ્મની હિન્દી આવૃત્તિ આવતીકાલે એટલે કે 1લી ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. તામિળનાડુ સરકારે આ ફિલ્મ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે અને હાલ આ સમગ્ર બાબત મદ્રાસ હાઈકોર્ટની ડબલ બેંચ સમક્ષ પડતર છે. ડબલ બેંચે ફિલ્મની રિલીઝ ઉપર સોમવાર સુધીનો વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે. આગળની સુનાવણી સોમવારે થશે.

મદ્રાસ હાઈકોર્ટના આ પ્રકારના ચુકાદાનો સહારો લઈ સમાજવાદી પક્ષના નેતા રામ આસરે કુશવાહાએ જણાવ્યું છે કે અધિકારીઓની સ્વીકતિ બાદ જ ફિલ્મ રિલીઝ થશે. જોકે હજી આ અંગે નિર્ણય કરાયો નથી, પરંતુ ફિલ્મની રિલીઝ અંગે મુંઝવણભરી સ્થિતિ પેદા થઈ ગઈ છે.

English summary
Kamal Hassan's Vishwaroopam would not release Uttar Pradesh said SP Govt. Kamal Hassan has now decided to move the Supreme Court for his Controversial Film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X