નિર્ભયાઃ ઈન્દિરા જયસિંહ પર ભડકી કંગના, ‘આવી મહિલાઓની કૂખે જ પેદા થાય છે રેપિસ્ટ'

પોતાની બેબાકી માટે જાણીતી બોલિવુડ અભિનેત્રી કંગના રનોતે નિર્ભયા ગેંગરેપ કેસમાં ફાંસીમાં થઈ રહેલા વિલંબ માટે નારાજગી વ્યક્ત કરી છે.

પોતાની બેબાકી માટે જાણીતી બોલિવુડ અભિનેત્રી કંગના રનોતે નિર્ભયા ગેંગરેપ કેસમાં ફાંસીમાં થઈ રહેલા વિલંબ માટે નારાજગી વ્યક્ત કરી છે. પોતાની આવનારી ફિલ્મ પંગાના પ્રમોશન ઈવેન્ટ દરમિયાન જ્યારે આ વિશે કંગના રનોતને સવાલ પૂછવામાં આવ્યો તો તેણે નિર્ભયા દોષિતોની ફાંસીમાં થઈ રહેલા વિલંબ પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યુ કે આવા લોકોને બધાની સામે ફાંસી પર લટકાવવા જોઈએ જેથી ગેંગરેપ જેવી વિકૃત હરકત કરતા પહેલા લોકો સો વાર વિચારે. કંગના આટલેથી ન અટકી તેણે જાણીતા વકીલ ઈન્દિરા જયસિંહ પર પણ નિશાન સાધ્યુ અને કહ્યુ કે આવી જ મહિલાઓની કૂખે બળાત્કારી પેદા થાય છે.

નિર્ભયાના દોષિતોને બધાની સામે આપો ફાંસી

નિર્ભયાના દોષિતોને બધાની સામે આપો ફાંસી

કંગનાએ કહ્યુ કે નિર્ભયાના દોષિતે જલ્દીમાં જલ્દી ફાંસી આપવી જોઈએ. આવા લોકોને બધાની સામે ફાંસી પર લટકાવી દેવા જોઈએ. આવુ કરવાથી લોકોના મનમાં ડર પેદા થાય, તેમને ખબર પડવી જોઈએ કે ગેંગરેપનુ શું પરિણામ આવે. આવી હેવાનિયત કરતા પહેલા લોકો સો વાર વિચારશે. કંગનાએ નિર્ભયા ગેંગરેપ વિશે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યુ કે એમાંથી એક તો માઈનર હતો. કંગનાએ કહ્યુ કે જે રેપ કરે છે અને જે રેપ કરવા માટે કાબિલ છે તેને કઈ રીતે માઈનર ગણી શકાય છે. કંગનાએ કહ્યુ કે જે રિપ્રોડ્યુસ કરી શકી રહ્યો છે, જે રેપ કરી શકે છે તે માઈનર છે જ નહિ.

ઈન્દિરા જયસિંહ પર ફૂટ્યો ગુસ્સો

ઈન્દિરા જયસિંહ પર ફૂટ્યો ગુસ્સો

એટલુ જ નહિ કંગનાએ વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહ પર પણ નિશાન સાધ્યુ. ઈન્દિરા જયસિંહ દ્વારા નિર્ભયાની મા દ્વારા આપવામાં આવેલી સલાહ માટે કંગના તેમના પર ભડકી. કંગનાએ કહ્યુ કે ઈન્દિરા જયસિંહ જેવી મહિલાઓની કૂખે જ બળાત્કારી પેદા થાય છે. તેમણ કહ્યુ કે આવી મહિલાઓને બળાત્કારીઓ સાથે 4 દિવસ જેલમાં રાખવી જોઈએ.

શું કહ્યુ હતુ ઈન્દિરા જયસિંહે

શું કહ્યુ હતુ ઈન્દિરા જયસિંહે

તમને જણાવી દઈએ કે નિર્ભયા ગેંગરેપ કેસમાંડ ડેથ વોરન્ટ જારી થઈ ગયા બાદ વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે નિર્ભયાની મા આશા દેવીને અપીલ કરી હતી કે તેમણે સોનિયા ગાંધીની જેમ દોષિતોને માફ કરી દેવા જોઈ. તેમના આ નિવેદન પર નિર્ભયાની માનો ગુસ્સો ફૂટી પડ્યો હતો. ઈન્દિરાના નિવેદન પર નારજગી વ્યક્ત કરીને નિર્ભયાની માએ આરોપ લગાવ્યો કે આવા લોકો બળાત્કારીઓને સપોર્ટ કરીને પોતાની રોજીરોટી ચલાવે છે એટલા માટે જ પીડિતોનો ન્યાય નથી મળતો. વળી, લોકોએ પણ ઈન્દિરાના નિવેદનની ટીકા કરી. ઉલ્લેખનીય છે કે દિલ્લીનીપટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા રેપ કેસના ચારે દોષિતોને મોતની સજા સંભળાવી છે. 1 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે ચારે દોષિતોને ફાંસીની સજા થવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X