Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કંગના રનૌતની ઑફિસ બાદ હવે ઘર તોડવા માટે BMCએ મોકલી નોટિસ!

કંગના રનૌતની ઑફિસ બાદ હવે તેનુ ઘર તોડવા માટે BMCએ નોટિસ મોકલી છે.

બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત વિશે અત્યારે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે અને હાલમાં જ બીએમસી દ્વારા તેની ઑફિસમાં બુલડોઝર ચલાવાવાનો મામલાએ સૌને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે કંગના રનોત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ઘણા સમયથી વાકયુદ્ધ ચાલી રહ્યુ છે અને આ કારણે બંને સમાચારોમાં છવાયેલા છે. આ ચર્ચા ત્યારે શરૂ થઆ જ્યારે કંગના રનોતે શિવસેને નેતા સંજય રાઉત સાથે ટ્વિટર પર ચર્ચા કરી હતી.

કંગનાનાના ઘરમાં પણ ગેરકાયદે નિર્માણ માટે નોટિસ મોકલી

કંગનાનાના ઘરમાં પણ ગેરકાયદે નિર્માણ માટે નોટિસ મોકલી

સમાચાર આવી રહ્યા છે કે કંગના રનોતને બીએમસી વધુ એક તગડો ઝટકો આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સમાચારોની માનીએ તો ઑફિસ બાદ હવે બીએમસીએ કંગના રનોતના ઘરને તોડવાનુ મન બનાવી લીધુ છે અને આ માટે એક લીગલ નોટિસ મોકલી છે. જો કે આ અંગે કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી. સૂત્રોની માનીએ તો બીએમસીએ અભિનેત્રીના ખારવાળા ઘરમાં કથિત ગેરકાયદે નિર્માણ માટે નોટિસ મોકલી છે.

મામલો હાલમાં કોર્ટમાં છે

મામલો હાલમાં કોર્ટમાં છે

કંગના રનોતના ઘરનો મામલો હાલમાં કોર્ટમાં છે અને ગેરકાયદે નિર્માણે માટે કેસ ચાલી રહ્યો છે. આ કેસ માટે જાણવા મળ્યુ છે કે આની સુનાવણી 25 સપ્ટેમ્બરે થવાની છે. સમાચાર આવ્યા છે કે બીએમસીએ કહ્યુ છે કે કંગના રનોતનુ જે ઘર છે તે તેની ઑફિસથી વધુ વિવાદિત છે અને ગેરકાયદે નિર્માણ કરાવ્યુ છે. કંગના રનોત આ મામલે હાલમાં કંઈ બોલી નથી અને મામલો ઘણો ગંભીર બની ચૂક્યો છે. ફેન્સ આના પર પોતાનુ મંતવ્ય જણાવી રહ્યા છે.

મુંબઈને કહી દીધુ પીઓકે

મુંબઈને કહી દીધુ પીઓકે

ઉલ્લેખનીય છે કે કંગના રનોતે મુંબઈ પાછા આવતા પહેલા પોતાના નિવેદનમાં મુંબઈને પીઓકે ગણાવી દીધુ હતુ ત્યારબાદ આ બધો હોબાળો શરૂ થયો હતો. કંગના રનોતની ઑપિસમાં જ્યારે બીએમસીનો હથોડો ચાલ્યો તો આખો દેશ તેની સાથે ઉભો થઈ ગયો હતો અને આ વસ્તુને અયોગ્ય ગણાવી હતી. કંગના રનોતને હાલમાં કેન્દ્ર સરકાર તરફથી વાય પ્લસ સિક્યોરિટી મળી છે કે જે તેની સુરક્ષા માટે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X