હું જ્યાં ઉભી છું, રિતિક અને કરણ ક્યારેય ત્યાં નહીં પહોંચી શકે: કંગના રાનૌટ

કંગના રનૌતે હાલમાં જ દિલ્હીની એક ઇવેન્ટમાં ફરી એકવાર રિતિક રોશન અને કરણ જોહર પર જોરદાર પ્રહાર કર્યા છે.

કંગના રનૌતે હાલમાં જ દિલ્હીની એક ઇવેન્ટમાં ફરી એકવાર રિતિક રોશન અને કરણ જોહર પર જોરદાર પ્રહાર કર્યા છે. કરણ અને રિતિક સાથે જોડાયેલો સવાલ કરવા પર કંગનાએ કહ્યું કે, આજે જ્યાં હું ઉભી છું, કરણ જોહર અને રિતિક રોશન ત્યાં ક્યારેય નહીં પહોંચી શકે. મેં મારા દમ પર સફળતા મેળવી છે. મેં મારા રૂલ જાતે સેટ કર્યા છે.

આ પણ વાંચો: મણિકર્ણિકા વિવાદ - બે જણ તો મારી ફિલ્મ વચમાં છોડીને ભાગી ગયાઃ કંગના

કરણ જોહરે મારો મજાક ઉડાવ્યો

કરણ જોહરે મારો મજાક ઉડાવ્યો

કંગના રનૌતે અહીં કહ્યું કે કરણ જોહરે IIFA સ્ટેજથી મારો મજાક ઉડાવ્યો. નેપોટિઝમ પર કહ્યું અને મને જોબલૅસ ગણાવી. તેને એવું પણ કહ્યું કે મને તેની પાસેથી કામ જોઈએ છે. કંગનાએ કહ્યું કે મારુ ટેલન્ટ જુઓ અને તમારી ફિલ્મ જુઓ. મને લાગે છે કે કેટલાક લોકોએ ચ્યવનપ્રાશ ખાવું જોઈએ.

રિતિક રોશન સાથે જોડાયેલા વિવાદ પર

રિતિક રોશન સાથે જોડાયેલા વિવાદ પર

જયારે રિતિક રોશન સાથે જોડાયેલા વિવાદ પર સવાલ કરવામાં આવતા કંગનાએ કહ્યું કે, જે વ્યક્તિ સાથે હું બે ફિલ્મો કરી ચુકી છું અને તે કહે કે મને ઓળખતો નથી. તેનો મતલબ છે કે આ બિલકુલ બેતૂકી વાત છે. અમે 5 વર્ષ સુધી 2 ફિલ્મોની શૂટિંગ કરી છે. એક ફિલ્મને બનવામાં બે વર્ષ લાગ્યા હતા અને બીજી ફિલ્મને બનવા માટે ત્રણ વર્ષ લાગ્યા હતા. તો પછી તમે મને ઓળખતા કેમ નથી?

કંગનાની ફિલ્મ મણિકર્ણિકા વિવાદોમાં રહી

કંગનાની ફિલ્મ મણિકર્ણિકા વિવાદોમાં રહી

આ ફિલ્મનો હિસ્સો રહેલી મિસ્ટી ચક્રવતી ઘ્વારા જે ખુલાસા કરવામાં આવ્યા છે તે ખરેખર ચોંકાવી નાખે તેવા છે. તેમને ફિલ્મના કેરેક્ટર વિશે જણાવતા કહ્યું કે કંગનાએ રોલ કાપી નાખ્યા છે. તેમના સીન જે ફિલ્મમાં ઘણા અગત્યના હતા તેમને ફિલ્મથી હટાવી દેવામાં આવ્યા છે. સ્પોટબોયને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમને આ બાબતે ખુલાસા કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X