Transparent ડ્રેસ પહેરી સ્મૉલ વર્લ્ડનું પ્રમોશન કરવા પહોંચી ક્વીન!
મુંબઈ, 1 ઑક્ટોબર : બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવત પોતાના ફૅશન સ્ટાઇલ માટે જાણીતા છે. કંગના ફિલ્મોમાં તો ડિમાંડ મુજબ ફૅશન સ્ટાઇલમાં દેખાય છે, પરંતુ વિવિધ ઇવેંટ્સમાં કંગના પોતાનો ફૅશન કૌશલ્ય ઝળકાવવાની તક નથી ચૂકતાં.
તાજેતરમાં જ કંગના રાણાવત મુંબઈના ઓલિવ બાર એન્ડ કિચનમાં યોજાયેલ એક ઇવેંટમાં પહોંચ્યાં. આ ઇવેંટમાં કંગના રાણાવત સ્મૉલ વર્લ્ડ ટ્રાવેલ કૉમ્યુનિટીના પ્રમોશન માટે પહોંચ્યા હતાં. કંગના રાણાવત આ ઇવેંટમાં ગ્રીન ડ્રેસમાં પહોંચ્યા હતાં. આ ડ્રેસનું ગળુ ખૂબ જ મોટુ હતું અને ડ્રેસ ઘણી જગ્યાએથી ટ્રાંસપરંટ હતો. કંગના રાણાવત આ ઇવેંટમાં અને આ પ્રકારના ડ્રેસમાં ખૂબ જ આકર્ષક લાગતા હતાં. કંગનાએ કોઈ જ્વૅલરી નહોતી પહેરી અને મેક-અપ પણ નહોતુ કર્યું.
નોંધનીય છે કે કંગના રાણાવત છેલ્લે રિવૉલ્વર રાણી ફિલ્મમાં દેખાયા હતાં. તે અગાઉ તેમની ફિલ્મ ક્વીન ખૂબ જ સફળ રહી હતી. તેમની આગામી ફિલ્મ ઉંગલી છે કે જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ છે.
ચાલો જોઇએ કંગના રાણાવતની લેટેસ્ટ તસવીરો :

ઇવેંટમાં કંગના
કંગના રાણાવત તાજેતરમાં જ સ્મૉલ વર્લ્ડ કમ્યુનિટીના પ્રમોશનલ ઇવેંટમાં પહોંચ્યા હતાં.

પારદર્શી કંગના
કંગના રાણાવત આ ઇવેંટમાં પારદર્શક ડ્રેસમાં પહોંચ્યા હતાં.

આકર્ષક કંગના
કંગના રાણાવત આ ઇવેંટમાં ખૂબ જ આકર્ષક લાગતા હતાં.

ફૅશન સ્ટાઇલિસ્ટ
કંગના રાણાવત બૉલીવુડમાં પોતાના ફૅશન સ્ટાઇલ માટે જાણીતા છે.

સફળ અભિનેત્રી
કંગના રાણાવત બૉલીવુડના સફળ અભિનેત્રીઓમાં સામેલ છે.

ક્વીનના વખાણ
કંગનાની ફિલ્મ ક્વીનના ચારેબાજુ બહુ વખાણ થયા હતાં. આ મહિલા કેન્દ્રિત ફિલ્મના પ્રશંસકોમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાનનો સમાવેશ થાય છે.

વૉર્ડરોબ માલફંક્શન
થોડાક દિવસ અગાઉ પણ કંગના રાણાવત એક ઇવેંટમાં એવો ડ્રેસ પહેરીને પહોંચ્યા હતાં કે જેથી તેઓ વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

ઉંગલી
કંગના રાણાવતની છેલ્લી ફિલ્મ રિવૉલ્વર રાણી હતી અને આગામી ફિલ્મ ઉંગલી છે.












Click it and Unblock the Notifications
