'આવતા પાંચ વર્ષોમાં લગ્ન કરીને બાળકો પેદા કરવા માંગુ છુ'

પોતાના નિવેદનો અને સોશિયલ મીડિયા પર પોસ્ટને લઈને ઘણીવાર વિવાદોમાં રહેતી બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત એક વાર ફરીથી ચર્ચામાં છે.

નવી દિલ્લીઃ પોતાના નિવેદનો અને સોશિયલ મીડિયા પર પોસ્ટને લઈને ઘણીવાર વિવાદોમાં રહેતી બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત એક વાર ફરીથી ચર્ચામાં છે. વાસ્તવમાં, હાલમાં જ કંગના રનોતને દેશનો પ્રતિષ્ઠિત નાગરિક સમ્માન પદ્મશ્રીથી નવાજવામાં આવી ત્યારબાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ. અમુક સોશિયલ મીડિયા યુઝર્સે આ સમ્માન માટે કંગનાની પસંદગી વિશે સવાલ ઉઠાવ્યા છે. જો કે, આ વિવાદોથી બેદરકાર કંગના રનોતે હવે પોતાની અંગત જિંદગી વિશે એક બહુ મોટો ખુલાસો કર્યો છે.

ઈશારા-ઈશારામાં કહ્યુ - હા, લાઈફમાં કોઈ છે

ઈશારા-ઈશારામાં કહ્યુ - હા, લાઈફમાં કોઈ છે

ન્યૂઝ ચેનલ 'ટાઈમ્સ નાઉ'ને આપેલા એક ઈન્ટરવ્યુમાં કંગના રનોતે ઈશારા-ઈશારામાં કહ્યુ કે તેની જિંદગીમાં કોઈ છે અને આવતા પાંચ વર્ષોમાં તે લગ્નના બંધનમાં બંધાઈ જશે. કંગના રનોતે જણાવ્યુ, 'સ્પષ્ટ રીતે કહુ તો હું પણ હવે લગ્ન કરીને બાળકો પેદા કરવા માંગુ છુ. આવતા પાંચ વર્ષોમાં હું ખુદને એક પત્ની અને મા તરીકે જોવા માંગુ છુ અને સાથે એક એવી વ્યક્તિ તરીકે જે સક્રિય રીતે નવા ભારતના વિઝનમાં ભાગ લઈ રહી હોય.'

'જલ્દી આના વિશે ખબર પડી જશે'

'જલ્દી આના વિશે ખબર પડી જશે'

કંગના રનોતને જ્યારે તેના લાઈફ પાર્ટનર વિશે પૂછવામાં આવ્યુ તો તેણે જવાબ આપ્યો, 'તમને જલ્દી આના વિશે ખબર પડી જશે.' ત્યારબાદના સવાલોને કંગનાએ ટાળી દીધા અને કહ્યુ કે, 'આગળ વધીએ છીએ, બાકીની વસ્તુઓ તમને ટૂંક સમયમાં ખબર પડીજશે. હું બસ એટલુ કહેવા માંગુ છુ કે હા, હું હવે એક પત્ની અને મા તરીકે ખુદને જોવા માંગુ છુ.'

'મનમાં એક સવાલ હતો કે હું શું ઈચ્છુ છુ'

'મનમાં એક સવાલ હતો કે હું શું ઈચ્છુ છુ'

ગયા સોમવારે જ કંગના રનોતને રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી સમ્માનથી સમ્માનિીત કરવામાં આવી હતી. સમ્માન મેળવ્યા બાદ કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો પોસ્ટ કસર્યો અને કેપ્શનમાં લખ્યુ, 'ઘણા વર્ષો પહેલા જ્યારે મે પોતાનુ કરિયર શરુ કર્યુ તો મારા મનમાં એક સવાલ હતો... મે પોતાને પૂછ્યુ - અમુક લોકોને પૈસાની ઈચ્છા હોય છે અને અમુક લોકોને ફેન્સની... અમુક લોકો લોકપ્રિયતા મેળવવા માંગે છે અને અમુક માત્ર પોતાનુ અટેન્શન મેળવવા માંગે છએ. હું શું ઈચ્છુ છુ? અને જ્યારે મને આનો જવાબ મળ્યો તો મે જોયુ કે બાળપણથી જ હું માત્ર સમ્માન કમાવા માંગતી હતી અને તે જ મારી સંપત્તિ છે. આ ઉપહાર માટે થેંક યુ ઈન્ડિયા.'

'ટિકૂ વેડ્ઝ શેરુ'માં બિઝી છે કંગના

'ટિકૂ વેડ્ઝ શેરુ'માં બિઝી છે કંગના

તમને જણાવી દઈએ કે કંગના રનોત હાલમાં પોતાના પ્રોડક્શન હાઉસ 'મણિકર્ણિકા' ફિલ્મ્સમાં બની રહેલી ફિલ્મ 'ટિકૂ વેડ્ઝ શેરુ'માં બિઝી છે જેમાં નવાઝુદ્દીન સિદ્દીકી મુખ્ય ભૂમિકામાં છે. નવાઝુદ્દીન ઉપરાંત ફિલ્મમાં અભિનેત્રી અવનીત કૌર છે અને તેનુ નિર્દેશન સાઈ કબીર કરી રહ્યા છે. ટિકૂ વેડ્ઝ શેરુ ઉપરાંત કંગના પાસે બીજા પણ અમુક પ્રોજેક્ટ્સ છે જેમાં કર્ણિકર્ણિકા રિટર્ન્સ પણ શામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X