For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગના રનોતે દીપિકા પાદુકોણને કેમ કહ્યુ થેંક્સ, જાણો અહીં

કંગનાએ એક વીડિયો સંદેશ જારી કર્યો છે જેમાં તેણે ફિલ્મ છપાક માટે દીપિકા-મેઘનાને થેંક્સ કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ છપાક માટે સમાચારોમાં છવાયેલી છે. પરંતુ મંગળવારે જ્યારે દીપિકા દિલ્લીમાં જેએનયુ પહોંચી અને ત્યાં વિરોધ કરી રહેલા છાત્રોનુ સમર્થ કર્યુ ત્યારબાદથી દીપિકા અન તેની ફિલ્મ માટે ચર્ચા છેડાઈ ગઈ છે. દીપિકાના જેએનયુમાં જવાથી અમુક લોકો નારાજ છે તો અમુક લોકો દીપિકાનુ સમર્થન પણ કરી રહ્યા છે, સોશિયલ મીડિયા પર અત્યારે #boycottchhapaak પણ ટ્રેન્ડ કરી રહ્યુ છે.

છપાકનુ ટ્રેલર જોઈ બોલી કંગનાઃ આભાર દીપિકા

છપાકનુ ટ્રેલર જોઈ બોલી કંગનાઃ આભાર દીપિકા

જ્યારે બીજી તરફ બોલિવુડ ક્વીન કંગના રનોતે આ બધી બબાલોતી પરે જઈને દીપિકા અને મેઘના ગુલઝારની દિલ ખોલીને પ્રશંસા કરી છે. કંગનાએ એક વીડિયો સંદેશ જારી કર્યો છે જેમાં તેણે ફિલ્મ છપાક માટે દીપિકા-મેઘનાને થેંક્સ કહ્યુ છે.

હું અને મારો પરિવાર મેઘના ગુલઝાર અને દીપિકાનો આભાર માનીએ છીએ

વીડિયોમાં કંગનાએ કહ્યુ કે હાલમાં જ ફિલ્મ છપાકનુ ટ્રેલર જોયુ, જેને જોઈને મને મારી બહેન રંગોલી સાથે થયેલા એસિડ એટેકની બધી યાદો તાજી થઈ ગઈ, મારી બહેન રંગોલીની હિંમત મે દરેક મુશ્કેલ પરિસ્થિતિ સામે પંગો લેવા માટે પ્રેરિત કરે છે. તેનુ સ્મિત જ મને દુઃખ સામે લડવાનુ કારણ પણ આપે છે. આજે હું અને મારો પરિવાર મેઘના ગુલઝાર અને દીપિકાનો આભાર માનીએ છીએ જેમણે આ મુદ્દે ફિલ્મ બનાવી.

ફિલ્મ હેવાનોના મોઢા પર તમાચોઃ કંગના રનોત

ફિલ્મ હેવાનોના મોઢા પર તમાચોઃ કંગના રનોત

કંગનાએ આગળ કહ્યુ કે ફિલ્મ એસિડ એટેક સામે ઝઝુમી રહેલા એ જાંબાઝ લોકોને હિંમત મળશે જે પોતાના જીવનથી હાર માની બેઠા છે. આ ફિલ્મ એ હેવાનોના મોઢા પર તમાચો છે જે પોતાની હરકતમાં સફળ તો થઈ ગયા પરંતુ પોતાના ઈરાદામાં નહિ. ઉલ્લેખનીય છે કે 2006માં કંગનાની મોટી બહેન રંગોલી પર એસિડ એટેક થયો હતો. આ દૂર્ઘટના બાદ રંગોલીની એક નહિ પરંતુ 57 સર્જરી કરવી પડી હતી.

10 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે છપાક

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે. દીપિકા પાદુકોણ આ ફિલ્મની પ્રોડ્યુસર પણ છે જ્યારે ફિલ્મનુ નિર્દેશન મેઘના ગુલઝારે કર્યુ છે.

આ પણ વાંચોઃ Oops Moment: પ્રિયંકા ચોપડા પારદર્શી ડ્રેસથી થઈ પરેશાન, હેન્ડબેગથી પોતાને બચાવીઆ પણ વાંચોઃ Oops Moment: પ્રિયંકા ચોપડા પારદર્શી ડ્રેસથી થઈ પરેશાન, હેન્ડબેગથી પોતાને બચાવી

English summary
Kangana Ranaut says my entire family thanks Deepika Padukone for the film. Chhapaak trailer reminds her of Rangoli’s struggles.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X