ભડકી કંગના, કહ્યુ - પદ્મશ્રી પણ પાછો આપીશ, માફી પણ માંગીશ, કોઈ જણાવે કે 1947માં કઈ લડાઈ લડવામાં આવી?

ચારેતરફ ટીકા વચ્ચે શનિવારે(13 નવેમ્બર) કંગના રનોતે પલટવાર કર્યો છે.

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત છેલ્લા અમુક દિવસોથી 'ભીખમાં મળેલી આઝાદી' માટે આપેલા નિવેદન પર વિવાદોમાં ફસાઈ ગઈ છે. વિપક્ષી નેતાઓ સહિત ઘણા લોકોએ માંગ કરી છે કે કંગના રનોત પાસે તેનો રાષ્ટ્રીય પુરસ્કાર અને પદ્મશ્રી પાછો આપવાની માંગ કરી છે. ઘણા વિપક્ષી નેતાઓએ કંગના રનોતની ધરપકડની માંગ કરી છે અને કહ્યુ છે કે અભિનેત્રીપર દેશદ્રોહનો કેસ નોંધાવો જોઈએ. ચારેતરફ ટીકા વચ્ચે શનિવારે(13 નવેમ્બર) કંગના રનોતે પલટવાર કર્યો છે. કંગના રનોતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કહ્યુ છે કે તે પદ્મશ્રી પાછો આપી દેશે અને માફી પણ માંગી લેશે, જો કોઈ તેને જણાવે કે છેવટે 1947માં કઈ લડાઈ લડવામાં આવી હતી. કંગનાએ પોતાની સફાઈમાં કહ્યુ છે કે તે પોતાનુ પદ્મશ્રી સમ્માન પાછુ આપી દેશે જો કોઈ તેમને એ જણાવે કે 1947માં શું થયુ હતુ અને આઝાદી માટે કઈ જંગ લડવામાં આવી હતી.

કંગના બોલી - પદ્મશ્રી પણ પાછો આપી દઈશ અને માફી પણ માંગીશ પરંતુ જણાવો...

કંગના બોલી - પદ્મશ્રી પણ પાછો આપી દઈશ અને માફી પણ માંગીશ પરંતુ જણાવો...

કંગના રનોતે પોતાની આઝાદીવાળી ટિપ્પણી માટે નારેબાજી બાદ પોતાનો બચાવ કર્યો છે. કંગના રનોતે કહ્યુ કે જો કોઈ તેને 1947માં થયેલી ઘટના વિશે જણાવી શકે તો તે પદ્મશ્રી પાછો આપવા માટે તૈયાર છે. કંગના રનોતે કહ્યુ, 'એ ઈન્ટરવ્યુમાં મે બધી વાતો સ્પષ્ટ રીતે કહી હતી. મે કહ્યુ હતુ કે 1857માં સ્વતંત્રતા માટે પહેલી સામૂહિક લડાઈ લડવામાં આવી હતી. મે સુભાષચંદ્ર બોઝ, રાની લક્ષ્મીબાઈ અને સાવરકરજીના બલિદાન વિશે પણ વાત કરી હતી. 1857ની મને ખબર છે પરંતુ 1947માં કઈ લડવામાં આવી હતી એ વિશે મને કોઈ માહિતી નથી. જો કોઈ મારી માહિતી વધારી શકતુ હોય તો હું પોતાનો પદ્મશ્રી પાછો આપીશ અને માફી પણ માંગીશ...કૃપા કરીને આમાં મારી મદદ કરો.'

કંગનાએ કહ્યુ - ગાંધીએ ભગતસિંહને કેમ મરવા દીધા?

કંગનાએ કહ્યુ - ગાંધીએ ભગતસિંહને કેમ મરવા દીધા?

કંગના રનોતે આગળ લખ્યુ, 'મે એક શહીદ રાની લક્ષ્મીબાઈી ફીચર ફિલ્મમાં કામ કર્યુ છે...આઝાદીની પહેલી લડાઈ 1857 પર મોટાપાયે શોધ કર્યુ છે. રાષ્ટ્રવાદનો ઉદય થયો તો દક્ષિણપંથીઓનુ પણ થયુ...પરંતુ અચાનક ખતમ કેવી રીતે થઈ ગયુ? ને ગાંધીએ ભગતસિંહને કેમ મરવા દીધા, છેવટે નેતા બોઝને કેમ મારવામાં આવ્યા અને ગાંધીજીને તેમનુ સમર્થન ક્યારેય કેમ ન મળ્યુ? છેવટેએક અંગ્રેજ દ્વારા વહેંચણીની રેખા કેમ ખેંચવામાં આવી...? સ્વતંત્રતાની ઉજવણી મનાવવાા બદલે ભારતીયોએ એકબીજાને કેમ માર્યા? મને કંઈક જવાબ જોઈએ, કૃપા કરીને મને જવાબ આપવામાં મદદ કરો.'

કંગનાએ કહ્યુ, 'હું દરેક પરિણામ ભોગવા માટે તૈયાર છુ...'

કંગનાએ કહ્યુ, 'હું દરેક પરિણામ ભોગવા માટે તૈયાર છુ...'

કંગના રનોતે કહ્યુ, 'હું દરેક પરિણામ ભોગવવા માટે તૈયાર છુ. જ્યાં સુધી 2014માં આઝાદી સાથે સંબંધ છે, મે ખાસ કરીને કહ્યુ હતુ કે ભલે આપણી પાસે દેખાવની આઝાદી હતી. પરંતુ ભારતની ચેતના અને વિવેક 2014માં મુક્ત થયા છે. એક મૃત સભ્યતામાં જીવ આવ્યો હતો અને તેણે પોતાની પાંખો ફેલાવી.'

કંગના બોલી - જે ચોર છે તેની તો બળશે

કંગના બોલી - જે ચોર છે તેની તો બળશે

કંગના રનોતે આગળ કહ્યુ, 'પહેલી વાર...અંગ્રેજી ન બોલવા કે નાના શહેરોથી આવવા કે ભારતમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે લોકો આપણને શરમમાં નથી મૂકી શકતા. એ ઈન્ટરવ્યુમાં બધુ સ્પષ્ટ છે...પરંતુ જે ચોર છે તેમની તો બળશે. કોઈ બુઝાવી નહિ શકે જય હિંદ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X