કંગનાની બહેને આલિયા અને તેની મા પર સાધ્યુ નિશાનઃ આ વિદેશી ભારતને લૂટી રહ્યા છે
કંગના રનોત બાદ હવે તેની બહેન રંગોલી ચંદેલે પણ આલિયા ભટ્ટ પર નિશાન સાધ્યુ છે.
કંગના રનોત બાદ હવે તેની બહેન રંગોલી ચંદેલે પણ આલિયા ભટ્ટ પર નિશાન સાધ્યુ છે. પરંતુ રંગોલીએ માત્ર આલિયા નહિ પરંતુ તેની મા સોની રાજદાન પર પણ નિશાન સાધતા કહ્યુ કે, આ વિદેશી ભારતને લૂટી રહ્યા છે અને અસહિષ્ણુતાની ખોટી વાત કરે છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ સોની રાજદાને મતદાન વિશે એક ટ્વિટ કર્યુ હતુ જેના પર રંગોલીએ આ ટિપ્પણી કરી.

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને સોની રાજદાન બ્રિટિશ નાગરિક છે અને બ્રિટિશ પાસપોર્ટ રાખે છે. હાલમાં જ આલિયા ભટ્ટે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે અને તેમની મા મતદાન નથી કરી શતા કારણકે તેમની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે. મામલાએ તૂલ ત્યારે પકડ્યુ... જ્યારે સોની રાજદાને હાલમાં જ એક ટ્વીટ કરીને લોકોને મત આપવાની અપીલ કરી અને લખ્યુ કે હવે જ્યારે મત કરવા જાવ ત્યારે તે મુસ્લિમ હોવાના નાતે માર્યા ગયેલા 15 વર્ષીય જુનેદ ખાનને યાદ કરીને મત આપો.
બસ પછી શું હતુ... કંગના રનોતની બહેન રંગાલીએ આ સમાચારને શેર કરીને સોની રાજદાન અને આલિયા ભટ્ટ સામે ઘણુ લખી દીધુ. રંગોલીએ લખ્યુ, 'આ ભારતમાં રહી રહેલા વિદેશી લોકો છે. તે લોકો ભારતના લોકો અને સ્ત્રોતોનો ઉપયોગ કરીને લૂટી રહ્યા છે. આ લોકો અસહિષ્ણુતા વિશે જૂઠ બોલી રહ્યા છે અને નફરત ફેલાવી રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે આપણે તેમના એજન્ડીને સમજીએ અને તેમના દ્વારા ભડકાવા માટે કરાયેલા કૃત્યને સમજીને કોઈ પ્રતિક્રિયા ન આપીએ.'












Click it and Unblock the Notifications
