કંગનાની બહેન રંગોલીએ સાધ્યુ શિલ્પા શેટ્ટી પર નિશાન, બાળકી દત્તક લેવાનો કર્યો નિર્ણય
બૉલિવુડ અભિનેત્રી કંગના રનોતની બહેન રંગોલી ચંદેલ ઘણીવાર ઈન્ડસ્ટ્રીની મોટી હસ્તીઓ સાથે પંગો લેતી રહે છે. આ વખતે તેના નિશાના પર અભિનેત્રી શિલ્પા શેટ્ટી છે.
બૉલિવુડ અભિનેત્રી કંગના રનોતની બહેન રંગોલી ચંદેલ ઘણીવાર ઈન્ડસ્ટ્રીની મોટી હસ્તીઓ સાથે પંગો લેતી રહે છે. આ વખતે તેના નિશાના પર અભિનેત્રી શિલ્પા શેટ્ટી છે. રંગોલીએ ટ્વિટ કરીને કહ્યુ કે તે બીજા બાળકની મા બનવાની છે પરંતુ તેણે પોતાની કૂખેથી બાળક પેદા કરવા કે સરોગસીની મદદ લેવાના બદલે એક અનાથ બાળકીને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. રંગોલીએ નામ લીધા વિના શિલ્પા શેટ્ટી પર નિશાન સાધ્યુ.

‘સરોગસીના બદલે બાળક દત્તક લો'
રંગોલીએ ટ્વિટ કરીને કહ્યુ, ‘મારુ એક બાળક છે, હું હજુ એક ઈચ્છુ છુ. મે અને મારા પતિએ બાળક દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. હું દંપત્તિઓને પ્રોત્સાહિત કરવા માંગુ છુ કે તે સરોગસીના બદલે બાળકને દત્તક લે. બધા પોતાના નિર્ણય લઈ શકે છે પરંતુ ચાલો કોશિશ કરીએ એ બાળકોને ઘર આપવાની જે પહેલેથી આ દુનિયામાં હાજર છે અને જેમને માતાપિતાની જરૂર છે.'
|
કંગનાએ બાળકીનુ નામ રાખ્યુ ગંગા
રંગીલોના આ ટ્વિટ બાદ એવુ માનવામાં આવી રહ્યુ છે કે તેણે ક્યાંકને ક્યાંક શિલ્પા શેટ્ટી પર નિશાન સાધ્યુ છે. તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ જણાવ્યુ કે તે સરોગસી દ્વારા બીજી વાર મા બની ગઈ છે. રંગોલીએ એક અન્ય ટ્વિટમાં કહ્યુ, ‘મારી બહેને અમને આમ કરવા માટે પ્રેરિત કર્યા. અજય અને મે બધી ઔપચારિકતાઓ પૂરી કરી લીધી છે, આશા છે કે થોડા મહિનાઓ બાદ અમારી બાળકી અમારી સાથે હશે, કંગનાએ તેનુ નામ ગંગા રાખ્યુ છે. હું ભાગ્યશાળી છુ કે હું એક બાળકને ઘર આપવા માટે સક્ષમ છુ.'
|
બૉલિવુડમાં ઘણા લોકો સરોગસીથી માતાપિતા બન્યા
તમને જણાવી દઈએ કે બૉલિવુડમાં ઘણી હસ્તીઓ સરોગસી દ્વારા માતા-પિતા બન્યા છે. આ લોકોમાં શાહરુખ ખાન, આમિર ખાન, તુષાર કપૂર, સની લિયોની, લીઝા રે, ફરાહ ખાન, એકતા કપૂર અને કરણ જોહર જેવા નામ શામેલ છે. વળી, શિલ્પા શેટ્ટી એક દીકરીની મા બની છે. આ વખતે તે બાયોલોજીકલ મદદ નહિ પરંતુ સરોગસીથી મા બની છે.

શિલ્પા શેટ્ટીએ દીકરીનુ નામ સમિષા રાખ્યુ
આ વાત વિશે પહેલા કોઈને પણ કોઈ સમાચાર નહોતા. શિલ્પા શેટ્ટીની દીકરીનો જન્મ 15 ફેબ્રઆરીએ થયો છે. તેનુ નામ તેમણે સમીષા શેટ્ટી કુંદ્રા રાખ્યુ છે. શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાએ બાળકીના જન્મના લગભગ પાંચ દિવસ બાદ સોશિયલ મીડિયા પર આ ખુશખબરી જણાવી છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
