પ્રિયંકાની બહેન મીરાએ કંગના આપ્યું આ જ્ઞાન

Written By:
Subscribe to Oneindia News

કંગના રાણાવતની ફિલ્મ 'સિમરન' રિલીઝ થતાં પહેલાં તેણે એ વાત પાકી કરી લીધી હતી કે, દરેક સમાચાર પત્ર, ટીવી ચેનલ અને વેબસાઇટ પર તેનું નામ હોય. તેણે આ જાણી જોઇને કર્યું હોય કે અનાયાસે, પરંતુ આજ-કાલ તે પોતાની ફિલ્મો કરતા પણ વધારે લવ લાઇફને કારણે ચર્ચામાં છે. 'આપ કી આદાલત'માં તેણે કરેલ ખુલાસાઓ, ત્યાર પછીના નિવેદનો અને એઆઇબી વીડિયો, દરેક જગ્યાએ કંગનાનું નામ જોવા મળે છે. એવામાં ઇન્ડસ્ટ્રીમાંથી કંગનાને એક-બે લોકોએ સપોર્ટ પણ કર્યો છે, તો કેટલાક વખોડી રહ્યા છે.

મીરા ચોપરાએ કર્યું ટ્વીટ

મીરા ચોપરાએ કર્યું ટ્વીટ

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની બહેન મીરા ચોપરાએ આ વાતે કંગના પર સીધો પ્રહાર કર્યો છે. તેણે ટ્વીટર પર કંગના રાણાવત અંગે ટ્વીટ કરતાં લખ્યું છે, કંગના રાણાવત, એક એક્ટ્રેસ તરીકે હું તને ખૂબ પસંદ કરું છું, પરંતુ તારી પર્સનલ લાઇફ અંગે હવે તું વાતો કરવાનું બંધ કરી ફિલ્મોને બોલવા દઇશ તો વધુ સારુ રહેશે.

કંગના માનશે મીરાની એડવાઇઝ?

કંગના માનશે મીરાની એડવાઇઝ?

મીરા ચોપરાએ આ ટ્વીટ 14 સપ્ટેમ્બરના રોજ કર્યું હતું અને કંગનાની ફિલ્મ 'સિમરન' 15 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ધારી સફળતા મળી નથી, ફિલ્મને દર્શકોનો મિક્સ રિસ્પોન્સ સાંપડ્યો છે. આથી કેટલાક કહેશે કે, કંગનાએ મીરાની આ એડવાઇઝ માની લેવી જોઇએ.

કોણ છે મીરા ચોપરા?

કોણ છે મીરા ચોપરા?

મીરા ચોપરા એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને પરિણીતિ ચોપરના કઝિન છે. તે વર્ષ 2016માં વિક્રમ ભટ્ટની ફિલ્મ '1920: લંડન'માં જોવા મળી હતી. બોલિવૂડમાં મીરા ચોપરા ભલે ખાસ જાણીતું નામ ન હોય, પરંતુ તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્ટાર છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ

મીરા ચોપરાએ તમિલ, તેલુગૂ અને હિંદી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ડેબ્યૂ ફિલ્મ 'અન્બે આરુયિરે' તમિલ ભાષામાં હતી, જેમાં તેની સામે એસ.જે.સૂર્યા હતા. આ ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ થઇ હતી, ત્યાર બાદ તેણે તેલુગૂ ભાષાની ફિલ્મો કરી, જેમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.

બોલિવૂડ ફિલ્મો

બોલિવૂડ ફિલ્મો

તે પોતાના કરિયરના પિક પોઇન્ડ પર હતી ત્યારે તેણે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી બોલિવૂડમાં ઝંપલાવ્યું હતું. તે સૌ પ્રથમ વર્ષ 2014માં 'ગેંગ ઓફ ઘોસ્ટ્સ'માં જોવા મળી હતી, ત્યાર બાદ તે 2015માં 'મોગલી પુવુ'માં જોવા મળી, આ ફિલ્મ તમિલ અને હિંદી ભાષામાં રિલીઝ થઇ હતી. ત્યાર બાદ 2016માં તેણે '1920: લંડન' કરી.

કંગના અને મીરા ચોપરા

કંગના અને મીરા ચોપરા

કંગના રાણાવત બોલિવૂડની ટેલેન્ટેડ અભિનેત્રી છે, એ વાત બોલિવૂડના મોટા-મોટા દિગ્ગજો પણ માને છે. જ્યારે મીરા ચોપરાની બોલિવૂડ ફિલ્મો ક્યારે આવી અને ગઇ, એ ભાગ્યે જ કોઇને યાદ હશે. આથી તે કંગનાને કંઇ કહી જાય અને કંગના ચૂપચાપ સાંભળી લે એ વાત શક્ય નથી.

કંગના આપશે જવાબ?

કંગના આપશે જવાબ?

કંગના રાણાવત કરણ જોહરના જ શોમાં કરણ જોહરને મોઢા પર બોલિવૂડમાં નેપોટિઝમના પ્રચારક કહેવાની હિંમત રાખે છે, તો એ મીરા ચોપરાને પણ જવાબ આપ્યા વગર નહીં જ રહે. મીરાના આ ટ્વીટનો કંગના શું જવાબ આપે છે, એ જોવું ખરેખર રસપ્રદ રહેશે.

English summary
Priyanka Chopra's cousin Meera Chopra slammed Kangana Ranaut for her aggressive antics. She asked the Queen actress to not make her private life public.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.