'અજય દેવગણથી લઇને હૃતિક રોશન સુધી..મારી પાછળ પડ્યાં છે..'

Written By:
Subscribe to Oneindia News

કંગના રાણાવત ની ફિલ્મ રંગૂન રિલીઝ થઇ રહી છે અને આ ફિલ્મના પ્રમોશન દરમિયાન તે પોતાના વિશે વાત કરવાનું બિલકુલ નથી ચુકતી. હાલમાં જ તેણે પોતાની લવ લાઇફ અંગે ખુલી વાત કરી અને હિંટ પણ આપી કે તે રિલેશનમાં છે.

તો બીજી બાજુ, તેણે એવી જાહેરાત પણ કરી દીધી કે મારા એક્સ મારી સાથે પાછા આવવા ધમપછાડા કરે છે, પરંતુ આ એવો રેકોર્ડ છે જે આજ સુધી નથી તૂટ્યો. તેમના આ સ્ટેટમેન્ટનો અર્થ છે કે અજય દેવગણ થી લઇને હૃતિક રોશન સુધી બધાએ તેની પાસે બીજો ચાન્સ માંગ્યો છે.

ગેંગસ્ટર ના મળી હોત તો એડલ્ટ ફિલ્મથી કરિયર શરૂ કર્યું હોત

ગેંગસ્ટર ના મળી હોત તો એડલ્ટ ફિલ્મથી કરિયર શરૂ કર્યું હોત

કંગનાએ ફિલ્મ ગેંગસ્ટરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, આ અંગે તેણે બોલ્ડ સ્ટેટમેન્ટ આપતાં કહ્યું હતું કે, વર્ષ 2006માં જો આ ફિલ્મ ના મળી હોત તો કદાચ તેણે એક બ્લૂ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હોત. અનુરાગ બાસુની આ ફિલ્મ જ્યારે તેને મળી ત્યારે જ તેને એક એડલ્ટ ફિલ્મમાં એક વાહિયાત રોલ ઓફર થયો હતો અને કામ ન હોવાને કારણે કંગના એ કરવા પણ તૈયાર હતી. તેણે કહ્યું કે, હું ત્યારે 17-18 વર્ષની હતી અને બોલિવૂડમાં ડેબ્યૂ કરવા તલપાપડ હતી. મારું નસીબ સારું હતું કે મને ગેંગસ્ટર મળી ગઇ.

ગમે તેટલી વાર બિકીની પહેરું, એ અંગે કોઇ વાત નહીં કરે

ગમે તેટલી વાર બિકીની પહેરું, એ અંગે કોઇ વાત નહીં કરે

'મને કહેવામાં આવ્યું કે તમને આ વર્ષની મહિલાનો એવોર્ડ એટલા માટે આપવામાં આવી રહ્યો છે, કારણ કે તમે હંમેશા મન ખોલીને વાત કરો છો. મને એવું લાગ્યું કે લોકોએ મને એટલી ટાઇપકાસ્ટ કરી દીધી છે કે હું ચૂડેલ બની શકું છું. હું કોઇને વ્હાલી તો લાગતી જ નથી. જો કે, એક વાત તો મારે કહેવી પડશે કે હું હોટ છું, એ વાતને ખૂબ ઇગ્નોર કરવામાં આવે છે અને એ કારણે હું ખુબ દુઃખી થઇ જાઉં છું. આટલું જિમ જાઉં છું પણ મારા એબ્સ પર કે મારી બિકીની પર ક્યારેય કોઇ વાત નથી હતી.'

હૃતિક જેવા એક્સ!

હૃતિક જેવા એક્સ!

કંગનાને જ્યારે આશિકી 3 અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, હૃતિક જેવા એક્સ આવી હરકતો કરે છે, એનાથી મને કોઇ ફરક નથી પડતો. હું મારી લાઇફ અને મારા કામથી ખૂબ ખુશ છું.

અટેન્શન માટે કંઇ પણ

અટેન્શન માટે કંઇ પણ

કંગનાએ કહ્યું કે, હૃતિક જેવા એક્સ અટેન્શન માટે કંઇ પણ કરતા રહે છે. મને આદત નથી જૂની વાતો યાદ કરવાની. હૃતિકનું ચેપ્ટર હવે મારી લાઇફમાં ક્લોઝ થઇ ગયું છે.

ફિલ્મ નીકળી જશે

ફિલ્મ નીકળી જશે

કંગનાની ફિલ્મ આઇ લવ NY સાથે જે થયું, એવું ઘણા એક્ટર્સ સાથે થાય છે. પરંતુ કંગનાએ આ બાબત પર ભૂષણ કુમારની મજાક ઉડાવતાં કહ્યું હતું કે, એ તો કોઇ ડોક્ટર સોઇ લગાડતી વખતે બોલતા હોય એમ ફિલ્મ વિશે વાત કરતાં બોલે છે કે, ફિલ્મ નીકળી તો જશે જ.

11 કરોડ કંઇ વધારે નથી

11 કરોડ કંઇ વધારે નથી

પોતાની ફી અંગે ચર્ચા કરતાં તેમણે કહ્યું કે, હું પોતાના દમ પર ફિલ્મો ચલાવી શકું છું, તો પછી હીરો જેટલી ફી કેમ ન લઉં?

નાના રોલ નહીં કરી શકું

નાના રોલ નહીં કરી શકું

કંગનાને બજરંગી ભાઇજાનનો રોલ પસંદ ના આવ્યો માટે ના કર્યો, એ તો બરાબર. પરંતુ કરીનાએ ફિલ્મ સાઇન કર્યા બાદ તેણે કહ્યું કે, જે ફિલ્મોમાં મારો રોલ જ ના હોય એ ફિલ્મો હું નથી કરતી.

દીપિકા પર પલટવાર

દીપિકા પર પલટવાર

એક એવોર્ડ ફંક્શનમાં દીપિકા પાદુકોણે પોતાનો એવોર્ડ કંગનાને ડેડિકેટ કર્યો હતો, જેની પર પ્રેસ સામે કંગનાએ કોમેન્ટ કરતાં કહ્યું હતું કે, દીપિકાએ આજ સુધી મને એક ફોન કરીને અભિનંદન નથી આપ્યા તો પછી બધા સામે એવોર્ડ ડેડિકેટ કરવાનો શું અર્થ છે?

વિશાલ ભારદ્વાજ સાથે ડિરેક્શન

વિશાલ ભારદ્વાજ સાથે ડિરેક્શન

હવે કંગનાને ફિલ્મ રંગૂન માટે ડાયરેક્ટર ક્રેડિટ પણ જોઇએ છે. જે ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર બંન્નેને વધારે પડતું લાગી રહ્યું છે.

ગૌર વર્ણ અંગે નિવેદન

ગૌર વર્ણ અંગે નિવેદન

તેણે હાલમાં જ ફેરનેસ ક્રિમની એડ કરવાની ના પાડી દીધી હતી. જે સારી વાત છે, પરંતુ ત્યાર બાદ તેણે કહ્યું કે, હું મારા ફેન્સને દગો ન આપી શકું.

બદનામીથી ડરતી નથી

બદનામીથી ડરતી નથી

તેણે કહ્યું કે, 'હું મારી બદનામીથી ડરતી નથી, એટલે જો હૃતિકને એવું લાગતું હોય કે મારા કેટલાક આપત્તિજનક ફોટા લિક કરવાથી હું ડરી જઇશ તો એવું નથી.'

English summary
Kangana Ranaut takes a dig at Hrithik Roshan and Ajay devgn together!
Please Wait while comments are loading...