કંગના રનોતને થયો કોરોના, ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી ફેન્સને આપી માહિતી

કંગના રનોતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટના માધ્યમથી તેના ફેન્સને માહિતી આપી છે કે તેનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે.

મુંબઈઃ કંગના રનોતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટના માધ્યમથી તેના ફેન્સને માહિતી આપી છે કે તેનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. કંગનાએ શેર કર્યુ કે, 'છેલ્લા અમુક દિવસોથી મારી આંખોમાં બળતરા સાથે થાક અને નબળાઈ અનુભવાતી હતી, હું હિમાચલ જવાની આશા રાખી રહી હતી માટે મે કાલે ટેસ્ટ કરાવ્યો અને તેનુ પરિણામ એ આવ્યુ કે હું કોરોના પૉઝિટીવ છુ.'

kangana

કંગનાએ ક્વૉરંટાઈન દરમિયાન જણાવ્યુ કે તે જલ્દી વાયરસને ખતમ કરી દેશે. વધુમાં તેણે કહ્યુ, 'મે પોતાને ક્વૉરંટાઈન કરી દીધી છે. મને ખબર જ નહોતી આ વાયરસ મારા શરીરમાં પાર્ટી કરી રહ્યો છે, હવે મને ખબર છે હું તેને ખતમ કરી દઈશ. પ્લીઝ, તમે લોકો પણ તમારા પર કોઈને હાવી ના થવા દો, જો થવા દેશો તો તે તમને વધુ ડરાવશે. ચાલો, આપણે આ કોવિડ-19ને હરાવીએ. આ કંઈ નથી એક નાનકડો ફ્લુ છે અને હવે લોકો અમુક લોકો પર માનસિક અસર કરી રહ્યો છે. હર હર મહાદેવ.'

ઉલ્લેખનીય છે કે હાલમાં જ કંગના રનૌતનુ ટ્વિટર અકાઉન્ટ કાયમી ધોરણે બંધ કરી દેવાતા તે ચર્ચામાં આવી હતી. તેણે ટ્વિટરના નિયમોનુ ઉલ્લંઘન કર્યુ હતુ. જો કે બાદમાં ટ્વિટર પ્રતિબંધો પર પ્રતિક્રિયા આપીને કંગનાએ કહ્યુ હતુ કે, 'ટ્વિટરે મારી વાત સાબિત કરી છે કે તે એક અમેરિકી છે અને જન્મથી એક સફેદ વ્યક્તિ એક ભૂરા વ્યક્તિને ગુલામ બનાવવા માટે હકદાર છે, તે તમને જણાવે છે કે તમારે શું વિચારવુ, બોલવુ કે શું કરવાનુ. સૌભાગ્યથી મારી પાસે ઘણા પ્લેટફૉર્મ છે જેનો ઉપયોગ હું ફિલ્મો તરીકે પોતાની કલા સહિત પોતાનો અવાજ ઉઠાવવા માટે કરી શકુ છુ પરંતુ મારુ હ્રદય દેશના એવા લોકો માટે દ્રવી ઉઠે છે જેમને હજારો વર્ષોથી પ્રતાડિત, ગુલામ અને સેન્સર કરવામાં આવ્યા છે અને હજુ પણ તેમના દુઃખનો કોઈ અંત નથી.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X