બૂગી વૂગીમાં થિરકશે ક્વીન કંગના રાણાવત!
મુંબઈ, 17 ડિસેમ્બર : ટેલીવિઝન વડે ફિલ્મોનું પ્રમોશન કરવાનું ચલણ વધુ જોર પકડતુ જાય છે અને તે જ ક્રમમાં ફિલ્મ ક્વીનના નિર્માતાઓ પણ તેનાથી અળગા નથી. ફિલ્મના મુખ્ય કલાકાર કંગના રાણાવત ડાન્સ રિયલિટી શો બૂગી વૂગીમાં થિરકવા આવવાના છે.

એક નિવેદનમાં જણાવાયું કે કંગના રાણાવત બૂગી વૂગી શોમાં માત્ર ડાન્સ જ નહીં કરે, પણ તેઓ અન્ય સ્પર્ધકો સાથે પણ નજરે પડશે. આ એપિસોડ સોની ટીવી ઉપર આગામી શનિવારે અને રવિવારે પ્રસારિત થશે. કંગના રાણાવતની છેલ્લી ફિલ્મો ક્રિશ 3 હિટ રહી હતી, તો રજ્જો સરેરાશ રહી હતી.












Click it and Unblock the Notifications
