તબ્બુને ખસેડી ગૅંગસ્ટર બન્યાં કંગના રાણાવત

મુંબઈ, 9 નવેમ્બર : છેલ્લા ઘણાં સમયથી ફિલ્મી જગતથી દૂર રહેલાં અભિનેત્રી કંગના રાણાવત ટુંકમાં જ એક નવી ફિલ્મમાં દેખા દેનાર છે. પોતાની આ આવનાર ફિલ્મમાં કંગના એક ગૅંગસ્ટરની ભૂમિકા ભજવશે. કંગનાએ આ ફિલ્મ થોડાંક સમય પહેલાં જ સાઇન કરી છે. તેમાં કંગના અગાઉ તબ્બુ મુખ્ય ભૂમિકા ભજવવાના હતાં, પરંતુ કેટલાંક કારણસર ફિલ્મના નિર્માતાએ તબ્બુના સ્થાને કંગનાને સાઇન કરી.

Kangana-Tabbu

મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મનું નિર્માણ તિગ્માંશુ ધુલિયા અને રાહુલ મિત્રા કરી રહ્યાં છે. આ બંને નિર્માતાઓએ આ અગાઉ સાહિબ બીબી ઔર ગૅંગસ્ટર ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું. કંગનાએ પોતાના પાત્ર અંગે જણાવ્યું કે આ ફિલ્મમાં તેઓ થોડોક જુદા પ્રકારનું પાત્ર ભજવનાર છે. તેમનું માનવું છે કે એક સરખા પાત્ર ભજવી તે બોર થઈ ગયાં છે. કંગનાએ અત્યાર સુધી કૉમેડી, થ્રિલર, રોમાન્ટિક જેવા પાત્રો ભજવ્યાં છે, પરંતુ હવે બૉલીવુડનું બદલાતું ટ્રેન્ડ જોઈ તેઓ એક્શન ફિ્લ્મોમાં પણ હાથ અજમાવવા માંગે છે.

આ ફિલ્મ અગાઉ કંગના છેલ્લે તેજ ફિલ્મમાં દેખાયા હતાં. આ ઉપરાંત તેમણે ડબલ ધમાલ, રાસ્કલ્સ, નો પ્રૉબ્લમ જેવી કૉમેડી તથા તનુ વેડ્સ મનુ, વો લમ્હેં અને ગૅંગસ્ટર જેવી રોમાન્ટિક ફિલ્મો કરી છે. હાલ એમ પણ બૉલીવુડમાં હીરોઇનો એક્સશન ફિલ્મો તરફ કઈંક વધુ જ આકર્ષાઈ રહી છે. થોડાંક સમય અગાઉ એશા ગુપ્તાએ પણ જણાવ્યું હતું કે તેઓ એક્શન ફિલ્મો કરવા માંગે છે. અત્યાર સુધી કરીના કપૂર, પ્રિયંકા ચોપરા, ઐશ્વર્યા વગેરે હીરોઇનો એક્શન ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X