Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કપિલ શર્માની પોલીસ ફરિયાદ થઇ લીક, Ex ગર્લફેન્ડ પર છે આરોપ

કપિલ શર્માએ તેની એક્સ ગર્લફ્રેન્ડ પર એક એફઆઇઆર દાખલ કરી છે. જો કે આ એફઆઇઆર લીક થઇ જવાના કારણે કપિલ શર્મા વિવાદમાં એક નવો જ ફણગો ફૂટ્યો છે. જાણો વધુ અહીં

કોમેડી કિંગ તરીકે જાણીતા થયેલા કપિલ શર્મા હાલ વિવાદોના વમળમાં અટવાયેલા છે. દરરોજ કપિલ શર્મા વિષે અલગ અલગ ખબરો આવી રહી છે. કહેવાય છે કે કપિલ શર્માની તબિયત સારી નથી કોઇ કહે છે કે તે શારિરીક, માનસિક અને આર્થિક રીતે ભાંગી પડ્યા છે. વળી ક્યાંક તેવો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે કે કપિલ શર્માની આ હાલત પાછળ તેમની એક્સ ગર્લફ્રેન્ડ પ્રીતિ સિમોસનો હાથ છે. જો કે આ તમામ વાતોમાં કેટલી સચ્ચાઇ છે તે કહેવું મુશ્કેલ છે. પણ ન્યૂઝ ચેનલોમાં કપિલ શર્માની એક એફઆઇઆર વાયરલ થઇ છે જે તેમણે મુંબઇના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. કપિલની આ ફરિયાદ મરાઠીમાં છે પણ ન્યૂઝ ચેનલ તેને હિંદીમાં પબ્લિશ કરી છે.

શું છે એફઆઇઆર?

શું છે એફઆઇઆર?

આ ખબરનું માનીએ તો કપિલે તેની એક્સ ગર્લફ્રેન્ડ પ્રીતિ અને તેની બહેન નીતિ પર સંગીન આરોપ લગાવ્યા છે કે તેમને માનસિક રીતે આ બે લોકોએ પરેશાન કરી છે. કપિલ પોતાની આ ફરિયાદમાં કહ્યું છે કે તેમની ખરાબ પરિસ્થિતિ માટે જવાબદાર આ બે બહેનો છે. નોંધનીય છે કે સુપરહિટ શો કોમડી નાઇટ્સ વિથ કપિલની ક્રિએટીવ ડાયરેક્ટર પ્રીતિ સિમોસ હતી. કપિલની ફરિયાદમાં લખ્યું હતું કે પ્રીતિ જ શોની તમામ તૈયારી કરતી હતી. શો પર શું બતાવાનું છે શું નહીં તેનો નિર્ણય તે લેતી હતી. અને તમામ સ્ટાર્સ સાથે કોર્ડિનેટ કરવું તેમની આવવા જવાની તૈયારી કરવી આ વાતનું ધ્યાન પણ તે જ રાખતી હતી.

પ્રીતિએ આપ્યો દગો

પ્રીતિએ આપ્યો દગો

કપિલે કહ્યું કે મેં પ્રીતિને તમામ જવાબદારી આપતા 2 લાખ રૂપિયાની શરૂઆતી સેલેરી પર રાખી હતી. શો હિટ થતા તેની સેલરી પણ વધી. મેં પ્રીતિની બહેન નીતિને પણ પ્રોડક્શન હાઉસમાં કામ આપ્યું. પ્રીતિ અને નીતિ બંને મારી સાથે કામ કરતી હતી. અને તેમને મારી પર્સનલ વસ્તુઓની પણ ખબર હતી. પણ ધીરે ધીરે તેમણે મારી વિરુદ્ધ કામ કરવાનું શરૂ કર્યું. અને તે મારી વસ્તુઓને બગાડવા લાગી.

બહેનો પર આરોપ

બહેનો પર આરોપ

પ્રીતિ અને તેની બહેન પર આરોપ છે કે તે બીજા સહયોગી કલાકારો સાથે કપિલ વિરુદ્ઘ ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ કર્યો. સાથે જ સેલિબ્રિટીને સાચવવાના કામમાં પણ અયોગ્યતા બતાવી જેના કારણે કપિલ અને અન્ય સેલેબ્રિટી વચ્ચેના સંબંધો પડી ભાગ્યા. અને જેના કારણે કપિલની બદનામી થઇ. જેની અસર મારા કામ અને મારા શો પર પણ થઇ.

અનુશ્રી કહી સચ્ચાઇ

અનુશ્રી કહી સચ્ચાઇ

કપિલે કહ્યું કે 2013માં ટેલેન્ટ મેનેજર તરીકે મેં અનુશ્રી નામની યુવતીને મારા પ્રોડક્શન હાઉસમાં લીધી હતી. પણ પ્રીતિ અને નિતીના કહેવા પર મેં તે યુવતીને 2016માં કંપનીથી નીકાળી દીધી હતી. મને ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે અનુશ્રી દર્શકોથી પૈસા લઇને કૌભાંડ કરે છે. પણ જ્યારે અન્ય એક કાર્યક્રમમાં મારી અનુશ્રીથી ફરી મળવાનું થયું ત્યારે તેણે કહ્યું કે આ બે બહેનો જ દર્શકો જોડેથી આગળ બેસવા માટે વધુ પૈસા લેતી હતી અને પાછળ બેસવા માટેના ઓછા પૈસા લેવામાં આવતા હતા.

પ્રીતિ અને નીતિ

પ્રીતિ અને નીતિ

કપિલના લીક થયેલી એફઆઇઆરમાં કપિલે જણાવ્યું આ બંને બહેનોએ મારો વિશ્વાસ તોડ્યો છે. જ્યારે તેમને લાગ્યું કે તે પકડાઇ ગઇ છે તો તેમણે આ કંપની છોડી દીધી પણ 3 દિવસ પછી તે ફરી મારી જોડે આવી આ વાતો ભૂલી નવેથી કામ કરવાનું કહ્યું પણ 3 મહિના પછી ફરીથી વિવાદ શરૂ થયો. અને 2017ની માર્ચમાં તે ફરી અલગ થઇ ગઇ. જો કે ફેબ્રુઆરી 2018માં જ્યારે મેં આ વાતને પતાવી દેવા પ્રીતિના ઘરે મુલાકાત ગોઠવી તો આ તમામ વાત કરવા પ્રિતિ અને એક વેલસાઇટના એડિટરે આ વાત પૂરી કરવા મારાથી 25 લાખ માંગ્યા. જે પછી કપિલે આ ફરિયાદ નોંધાવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X