કરણ દેઓલના લગ્નમાં પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે જોવા મળ્યા ધર્મેન્દ્ર, દૂર-દૂર સુધી ના દેખાઈ હેમા માલિની
Dharmendra First Wife Prakash Kaur: સની દેઓલના પુત્ર કરણ દેઓલે તેની ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્ય સાથે 18 જૂન 2023ના રોજ લગ્ન કર્યા. દેઓલ પરિવારે તેમના લગ્નમાં ખૂબ મઝા કરી. હવે કરણે વેડિંગ ફંક્શનની કેટલીક અનસીન તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ તસવીરોમાં સૌથી ખાસ વાત એ છે કે લાંબા સમય બાદ ધર્મેન્દ્ર તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે જોવા મળ્યા હતા. તસવીરોમાં જોઈ શકાય છે કે દાદા-દાદીએ મળીને તેમના પૌત્ર અને તેની પત્નીને જીવનની નવી શરૂઆત પર આશીર્વાદ આપ્યા હતા. આ દરમિયાન ધર્મેન્દ્ર ખૂબ ખુશ દેખાતા હતા.

તસવીરમાં ધર્મેન્દ્ર તેની પહેલી પત્ની પ્રકાશ સાથે જોવા મળે છે. બંનેએ કરણ અને દ્રિષાને ખભા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. સની દેઓલ અને તેની પત્ની પૂજા દેઓલ પણ જોવા મળ્યા હતા. આ સિવાય પરિવારના અન્ય સભ્યોએ લગ્નમાં કપલ સાથે જોરદાર પોઝ આપ્યા હતા.
પરંતુ લગ્નમાં લોકો હેમા માલિનીને સૌથી વધુ મિસ કરતા હતા. આખા લગ્નમાં હેમા માલિની ક્યાંય દેખાઈ ન હતી. કરણ દેઓલના ફોટામાં પણ તેની સાથે હેમા માલિનીની કોઈ તસવીર નથી. જોકે કેટલાક ચાહકોએ કરણ દેઓલને તેના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. હાલમાં દેઓલ પરિવારની ખાસ પળોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
તમને જણાવી દઈએ કે કરણ દેઓલ અને દ્રિષાના લગ્નમાં ફક્ત તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. જો કે આ પછી મુંબઈમાં વેડિંગ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સલમાન ખાન, આમિર ખાન, સુભાષ ઘાઈ, પ્રેમ ચોપરા, પૂનમ ધિલ્લોન, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ જેવી ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.












Click it and Unblock the Notifications
