શાહરુખથી લઇને કરીનાના ફની સિક્રેટ્સ..જાણીને હસતા રહી જશો

Subscribe to Oneindia News

કરણ જોહરની ફની સાઇડથી તમે વાકેફ હશો જ. બધા જાણે છે કે તેમની સેંસ ઓફ હ્યુમર કમાલની છે અને સાથે બોલીવુડમાં તેમની દોસ્તી મોટાભાગના લોકો સાથે પાક્કીવાળી છે. શાહરુખ ખાન તો કરણ જોહર માટે ખાસ છે. હાલમાં જ કરણ જોહર કપિલ શર્માના શો 'ધ કપિલ શર્મા શો' માં પહોંચ્યા.

હવે કોઇ પણ સેલિબ્રીટી કપિલના શો માં જાય તો તેનો અલગ જ અંદાજ જોવા મળે છે. કપિલ શર્મા શો માં કરણ સાથે પણ આવુ જ બન્યુ. કરણ પૂરેપૂરો એંજોય કરતો નજરે પડ્યો. કપિલ શર્મા સાથે મજાક મસ્તી દરમિયાન તેણે શાહરુખ ખાનથી લઇને આલિયા ભટ્ટના ઘણા ફની સિક્રેટ્સ ખોલી દીધા.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરુખ ખાન વિશે કરણે જે કહ્યુ તે વાંચીને તમે ચોંકી જશો. કરણ જોહરે જણાવ્યુ કે શાહરુખ ખાન રોજ ચાર કલાક વોશરુમમાં વીતાવે છે. તમે ચોંકશો નહિ. મતલબ કે 4 કલાક કોણ બાથરુમમાં પસાર કરે અને તે પણ શાહરુખ જેવો વ્યસ્ત સુપરસ્ટાર.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂરને તો કરણ જોહરે સૌથી વધુ ગોસિપિંગ ક્વીન સેલિબ્રિટી કહી દીધી. જેને બોલીવુડની દરેક ગોસિપની ખબર હોય છે અને ત્યારબાદ તે જે કરે છે તે પણ કંઇ ઓછુ મજેદાર નથી.

રણબીર કપૂર

રણબીર કપૂર

કરીના કપૂરને જેટલા ગોસિપની ખબર પડે તે સૌથી પહેલા રણબીર કપૂરને કહે છે અને પછી રણબીર કપૂર પોતાની ઓળખાણમાં હોય તે બધાને એ ગોસિપ વિશે કહે છે. સીધી રીતે કહીએ તો બ્રોડકાસ્ટ કરે છે. મતલબ કે ભાઇ બહેનની જોડી કંઇ કમ તોફાની નથી.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટને તો કરણ જોહર એક નાના બાળકની જેમ પ્રેમ કરે છે. આલિયાની તેણે શો માં પણ ખૂબ પ્રશંસા કરી. તેણે કહ્યુ કે આલિયા ખૂબ સ્માર્ટ છે અને તેને પોતાની સ્ટારડમ, ફેનફોલોઇંગ સંભાળતા ખૂબ સરસ રીતે આવડે છે.

દીપિકા

દીપિકા

આ વાંચીને ખબર નહિ દીપિકાના ફેંસનું શું રિએક્શન હશે. હવે કરણે દીપિકા વિશે કહ્યુ કે તે બહુ લાગણીશીલ છે અને બહુ જલ્દી રડી પડે છે. આવુ તો દીપિકા વિશે આપણે ક્યારેય વિચાર્યુ જ નહોતુ.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

કરણ જોહર ભલે બધાના ફની સિક્રેટ્સ બતાવે પરંતુ તેણે સૌથી વધુ પ્રશંસા શાહરુખ ખાનની કરી. તેણે કહ્યુ કે શાહરુખ માટે તેના દિલમાં ખાસ જ્ગ્યા છે જે બીજુ કોઇ ના લઇ શકે.

પોતાની પણ મજાક

પોતાની પણ મજાક

બીજાની તો છોડો તેણે પોતાની પણ મજાક ઉડાવી. તેણે પોતાની એક્ટીંગ અને બોમ્બે વેલ્વેટ ફિલ્મ વિશે કહ્યુ કે તેને બિલ્કુલ આશા નહોતી કે ફિલ્મ આતલી ફ્લોપ થશે. બોમ્બે વેલ્વેટ બાદ તેણે કહ્યુ કે મને એક્ટીંગની ઓફર તો દૂરની વાત છે કેમિયો કે સ્પેશિયલ અપીયરંસની ઓફર પણ મળતી નથી.

English summary
Karan Johar is witty but at the same time he is very interesting person, read he revealed interesting side of SRK , Alia, Kareena.
Please Wait while comments are loading...