બૉમ્બે ટૉકીઝની સિક્વલ બનાવવાની તૈયારીમાં કરણ
મુંબઈ, 16 માર્ચ : ચાર જુદી-જુદી વાર્તાઓને મેળવી બનેલી ફિલ્મ બૉમ્બે ટૉકીઝ હજી તો રિલીઝ થઈ નથી, ત્યાં ફિલ્મના નિર્માતા કરણ જૌહરે તેમની સિક્વલ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ભારતીય સિનેમાના સો વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યે કરણ જૌહરે જણાવ્યું કે અમે સિનેમા જગત માટે બૉમ્બે ટૉકીઝ ફિલ્મ બનાવી રહ્યાં છે. ફિલ્મમાં ચાર જુદી-જુદી વાર્તાઓ છે કે જે કરણ, દિબાકર બૅનર્જી, અનુરાગ કશ્યપ તથા ઝોયા અખ્તર મળી બનાવી રહ્યાં છે. કરણ જૌહરે જણાવ્યું - આ નવો પ્રયોગ અદ્ભુત છે. તેથી મારી ઇચ્છા છે કે હું આગળ ચાલી આ ફિલ્મની સિક્વલ બનાવું.
નોંધનીય છે કે આ અગાઉ કરણ જૌહરે જણાવ્યું હતું કે તેમની મહત્વાકાંક્ષા છે કે તેઓ એવી ફિલ્મ બનાવે કે જે 1000 કરોડનો બિઝનેસ કરે. તેના માટે તેઓ પ્રયત્નશીલ પણ છે.
કરણે જણાવ્યું - હું વિચારુ છું કે મારી ફિલ્મ એવી હોય કે જે દર્શકો પાસેથી 1000 કરોડનો નફો કમાવે અને હું એક દિવસ જરૂર એવું કરી શકીશ, એવું મને લાગે છે.
ખેર, શક્ય છે કે કરણનું 1000 કરોડનું સ્વપ્ન બૉમ્બે ટૉકીઝ નહીં, તો તેની સિક્વલ પૂર્ણ કરી આપશે, કારણ કે કરણે પોતે જણાવ્યું છે કે ફિલ્મી દુનિયામાં કંઈ પણ અશક્ય નથી.












Click it and Unblock the Notifications
