• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

B'day spcl: હિટ ખાન કે પછી ફ્લોપ કપૂર્સ, કરીના હંમેશા STAR

|

કરિના કપૂરનું નામ સાંભળતા કભી ખુશી કભી ગમની પુ કે પછી જબ વી મેટની ગીત યાદ આવી જશે. હા, મૈરી અને બેબો પર ઠુમકા લગાવતી ખુબસુરત અભિનેત્રી. કહેવાનો અર્થ એ છેકે કરીના કપૂર એકમાત્ર એવી અભિનેત્રી છેકે જેની દરેક ફિલ્મો દર્શકોને યાદ છે. ચાહે એ સુપરહીટ બજરંગી ભાઇજાન હોય કે પછી સુપરફ્લોપ પ્રેમ કી દીવાની ફિલ્મ હોય. કરીના એ સ્ટાર છે કે જેને હીટ કે ફ્લોપ સાથે કોઇ સંબંધ નથી.

જો અમે તમને કહીએ કે કરીના કપૂર 15 વર્ષથી બેવકુફ બનાવી રહી છે તો.......આશ્ચર્યમાં પડી ગયા. આવો અમે તમને જણાવીએ કે આખરે કરીનાએ તેની કરિયરના આ 15 વર્ષમાં શું કર્યું છે.

57 ફિલ્મ

57 ફિલ્મ

કરીના કપૂરે પોતાની કરિયરમાં 57 ફિલ્મો કરી છે. હાલમાં 3નું શુટીંગ ચાલુ છે.

15 વર્ષનું કરિયર

15 વર્ષનું કરિયર

15 વર્ષમાં 60 ફિલ્મો કોઈએ વિચાર્યું પણ નહીં હોય.

2015- 3 ફિલ્મ, 3 કેમિયો

2015- 3 ફિલ્મ, 3 કેમિયો

વર્ષ 2015માં ત્રણ ફિલ્મો અને ત્રણેયમાં કેમિયો. બજરંગી ભાઇજાન, બ્રધર્સ અને ગબ્બર ઇઝ બેક, તો પણ તે સુપરસ્ટાર.

2014- 2 કેમિયો, એક ફિલ્મ

2014- 2 કેમિયો, એક ફિલ્મ

હેપ્પી એન્ડીંગ અને ધ શૌકીનનો કેમિયો તો વાત કરવી પણ યોગ્ય નહીં રહે. વેલ, સિંઘમ રીટર્નમાં અજય દેવગન સિવાય જો કોઇને ક્રેડીટ આપવી હોય તો તેને આપી શકાય.

2013- એક કેમિયો

2013- એક કેમિયો

વર્ષ 2013માં કરીનાએ સત્યાગ્રહ ફિલ્મ કરી જે કરીનાની જેમ જ નકલી નીકળી. અને સાથે ઇમરાન ખાનની કરિયરને બરબાદ કરી ગૌરી તેરે પ્યારમાં. આ ઉપરાંત બોમ્બે ટોકીઝમાં પણ કેમિયો કર્યો.

2012- 6 ફિલ્મ, એકમાં પણ ભલીવાર નહીં

2012- 6 ફિલ્મ, એકમાં પણ ભલીવાર નહીં

એક મેં ઓર તુ, જેમાં નાનકડા ઇમરાનની મમ્મી લાગે છે. તો સૈફુ બેબીની સાથે એજન્ટ વિનોદ, રાઉડી રાઠોડ, હીરોઇન (પ્રિયંકાની કોપી કરવા માટે), તલાશ...જેમાં તે લાલ લિપસ્ટીક લગાવીને ભૂત લાગતી હતી, અને દબંગ-2નો ફેવિકોલ.

2011- ખાન્સ સાથે જ કામ

2011- ખાન્સ સાથે જ કામ

એક ફિલ્મ, સલમાન ખાન સાથે બોડીગાર્ડ. આ ઉપરાંત શાહરૂખ ખાનની સાથે રા-વન પણ થોડી અજીબ સુપરહીરો ફિલ્મ હતી. ચલો છમ્મક છલ્લોમાં નંબર આપી શકાય.

 2010- 3 ફિલ્મ, 3 ફ્લોપ

2010- 3 ફિલ્મ, 3 ફ્લોપ

વી આર ફેમિલી અને મિલેંગે મિલેંગેની તો વાત જ શું કરવી. આ ઉપરાતં તે ગોલમાલ-3માં હતી તે એક ઉપલબ્ધી ગણી શકાય.

2009- 2 કેમિયો, 2 ફ્લોપ

2009- 2 કેમિયો, 2 ફ્લોપ

2 કેમિયો જે ભૂલી જવાના. આ ઉપરાંત અક્ષય અને સલમાન સાથે કમ્બખ્ત ઈશ્ક અને મિસેજ ખન્ના. તો પણ તેને 3-ઈડિયટ્સ મળી કારણ કે તે સુપર સ્ટાર છે.

2008-રોહિત શેટ્ટીની જય

2008-રોહિત શેટ્ટીની જય

રોહિતે કરીનાને થોડો સહારો આપ્યો ગોલમાલ રીટર્નમાં. જો કે ફિલ્મ હીટ રહી એક્ટર્સની કોમીક ટાઇમીંગના કારણે. ટશનને ફક્ત ઝીરો ફીગર માટે યાદ કરી શકાય.

2007-માત્ર જબ વી મેટ

2007-માત્ર જબ વી મેટ

કરીનાના નામે માત્ર એક જ સફળતા છે, જબ વી મેટ. જો કે તમને જણાવી દઇએ કે આ ફિલ્મમાં કરીનાએ એક્ટીંગના નામે કઇ કરવાની જરૂર નથી પડી કારણ કે ગીત પાગલ હતી.

2006- 22 ફિલ્મો બાદ ઓમકારા

2006- 22 ફિલ્મો બાદ ઓમકારા

ઓમકારા કરીનાની એક ઢંગની ફિલ્મ કહી શકાય. આ ઉપરાંત ચુપ ચુપ કે, 36 ચાઇના ટાઉન જેવી અગણિત ફ્લોપ્સ. ડૉનમાં આઇટમ સોન્ગમાં પણ ભલીવાર નહતો.

2005- આ વર્ષે કરીનાએ શું કર્યું ખબર જ ના પડી

2005- આ વર્ષે કરીનાએ શું કર્યું ખબર જ ના પડી

આ વર્ષે કરીના શું કરતી રહી ખબર જ ન પડી. અને તે લીસ્ટ પણ છે. બેવફા, ક્યોંકી, અને દોસ્તી. હા આ વર્ષોમાં તે શાહિદને ડેટ પણ કરતી હતી.

2004- 6 ફિલ્મ, OK કરિયર

2004- 6 ફિલ્મ, OK કરિયર

આ વર્ષ થોડું ઠીક હતુ. ચમેલી, અને દેવ પણ ઠીક ફિલ્મ હતી. યુવામાં તેને કઇ કરવાનું ન હતુ. એતરાઝમાં જે કર્યું પ્રિયંકાએ કર્યું. હલચલ પ્રિયદર્શનની એક સારી ફિલ્મ હતી. તો શાહિદ અને ફરદીનની ફીદાની વાત નથી કરવી.

2003- ક્યું ક્યું ક્યું

2003- ક્યું ક્યું ક્યું

અક્ષય કુમારની એક અજીબ ફિલ્મ તલાશ અને પછી ફરદીન ખાનની સાથે વધુ અજીબ ફિલ્મ ખુશી. હદ તો ત્યારબાદ મેં પ્રેમ કી દીવાની હુંથી થઈ....CHEEEEEE! હા, LOC KARGILમાં સૈફુ સાથે એક કેમિયો પણ હતો.

2002- 2 વિપદા

2002- 2 વિપદા

બોલીવુડ પર આ વર્ષે બે વિપદા પડી. જેના નામ હતા મુજસે દોસ્તી કરોગે, અને જીના સિર્ફ મેરે લિયે. કરીના કપૂરના કારણે બિચારો ઋત્વિક પણ ડીપ્રેશનમાં જતો રહ્યો હતો.

2001- 5 ફિલ્મ, પણ K3gની જય

2001- 5 ફિલ્મ, પણ K3gની જય

આ એક વર્ષમાં કરીનાએ પાંચ ફિલ્મો ધડાધડ કરી હતી. યાદેમાં ઋત્વિકને લઇ ડૂબી, અજનબીમાં બિપાશા તેને ખાઇ ગઇ. K3Gમાં કરીનાની ઓવર એક્ટીંગે બચાવ્યા, અને મુજે કુછ કહેના હૈમાં તુષાર માટે શું કહેવુ.......

2000-ફ્લોપ ડેબ્યુ

2000-ફ્લોપ ડેબ્યુ

આનાથી વધુ ખરાબ ડેબ્યુની આશા કોઇની પણ પાસે ન રાખી શકાય. એક સુપરફ્લોપ ફિલ્મ કે જેમા ગીતો, સ્ટોરી, મ્યુઝિક બધુ જ હતુ પણ એક્ટર્સ...?

FLOP ફિલ્મો પણ સુપરસ્ટાર

FLOP ફિલ્મો પણ સુપરસ્ટાર

આમ આખીય વાતનો સાર એટલો જ કે કરીના કપૂર એક ફ્લોપ એક્ટર છે. જે સુપરસ્ટાર છે એટલે કેમિયો ક્વીન છે.

English summary
Kareena kapoor filmography total hits flops. check the movies of kareena kapoor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more