બૉલીવુડમાં નવા ખાનની એન્ટ્રી
અમદાવાદ, 14 સપ્ટેમ્બર: બૉલીવુડમાં અત્યાર સુધી ખાન અને કપૂરનું રાજ ચાલતું આવ્યું છે. તેમાં પણ અત્યાર સુધી ખાન જ બૉલીવુડના કિંગ અને સુપરસ્ટાર્સની ખુરશીએ બેઠા છે અને હવે આ હિટ ખાનોમાં વધુ એક ખાનનો ઉમેરો થનાર છે.

આપ વિચારતાં હશો કે આખરે તે કોણ નવા ખાન છે, જે હવે બૉલીવુડના વર્તમાન ખાનો સામે ટક્કર આપશે. વધુ વિચાર કરવા કરતાં પોતાના વિચારને થોડોક વળાંક આપો અને તમારી આસપાસ ચાલતી લેટેસ્ટ ગૉસિપ ઉપર નજર કરો. બૉલીવુડના હૉટ ન્યુઝને યાદ કરો. યાદ કરો ઑક્ટોબરમાં થનાર સૌથી મોટી ઇવેન્ટને.
ના સમજ્યા? કઈં વાંધો નહિં. અમે આપને બતાવી દઇએ કે આપણી બેબો એટલે કે કરીના કપૂર છે નવી ખાન. કરીના ટુંકમાં જ પોતાની કપૂર તરીકેની ઇનિંગ સમાપ્ત કરી ખાન તરીકેની ઇનિંગ શરૂ કરવાની છે. હાલ એ વાત અત્યારે કન્ફર્મ નથી કે કરીના સાચે જ સૈફ સાથે લગ્ન કર્યાં પછી પોતાની અટક બદલવાની છે, પણ ચર્ચાઓ તો એવી જ છે કે લગ્ન બાદ તે પોતાનું નામ કરીના કપૂર ખાન કરી લેશે. પોતાના નામ પછી ખાન અટક લગાવતાં કરીનાના કરિયરમાં શું ચેન્જ આવે છે, તે જાણવા સૌ ઉત્સુક છે.
જોકે, આ લગ્નના સમાચાર કન્ફર્મ થતાં જ કરીનાના હાથમાંથી સંજય લીલા ભણશાળીની ફિલ્મ રામ લીલા સરી ગઈ, પરંતુ કરીનાને આ વાતનો કોઈ ખાસ અફસોસ નથી અને હવે તે ખાન અટક સાથે પોતાની નવી ઇનિંગ શરૂ કરવાની તૈયારીમાં છે.
ખેર, અત્યાર સુધી તો બૉલીવુડમાં ખાન અટક સાથે કોઈ હીરોઇન કઈં ખાસ ઉકાળી શકી નથી. હોઈ શકે છે કે કરીના માટે ખાન અટક કઈંક કમાલ કરી બતાવે.












Click it and Unblock the Notifications
