Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: કરીના કપૂર ખાને દીકરા જેહને ભેટ આપી 2 કરોડની નવી કાર, લોકોએ કરી દીધી ટ્રોલ

હાલમાં કરીના કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના નાના દીકરા જેહને ઉંચકીને નવી કાર પરથી પડદો હટાવે છે.

મુંબઈઃ બૉલિવુડની લોકપ્રિય અભિનેત્રી કરીના કપૂર ખાન ફિલ્મો સિવાય પોતાની રૉયલ લાઈફ સ્ટાઈલ માટે પણ ઘણી જાણીતી છે. તે પોતાના મોટા દીકરા તૈમૂર અલી ખાન અને નાના દીકરાને દરેક લક્ઝરી કમ્ફર્ટ આપે છે. કરીના કપૂરની લક્ઝરી લાઈફ સ્ટાઈલને કેમેરામાં કેદ કરવા માટ પાપારાઝી પણ તેનો પીછો કરતા રહે છે. તૈમૂર અને જેહ પણ પાપારાઝીના કેમેરામાં કેદ થતા રહે છે. હાલમાં મળતા સમાચાર મુજબ કરીના કપૂર ખાને નવી કાર ખરીદી છે. આ પહેલા તેણે એક જીપ ખરીદી હતી અને હવે એક મર્સિડીઝ ખરીદી છે.

જેહ માટે ખરીદી લક્ઝરી કાર

જેહ માટે ખરીદી લક્ઝરી કાર

હાલમાં કરીના કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના નાના દીકરા જેહને ઉંચકીને નવી કાર પરથી પડદો હટાવે છે. વીડિયોમાં જોવા મળી રહેલી સફેદ ચમકતી મર્સિડીઝ શો રુમમાં નહિ પરંતુ તેના ઘરની બહાર ઉભી હતી. કરીનાએ પાપારાઝીને આ મર્સિડીઝ કાર બતાવી. વીડિયોમાં જોઈ શકાય છે કે આ લક્ઝરી કારમાં સૌથી પહેલી રાઈડ જેહે કરી છે. લોકોનો અંદાજ છે કે આ મોંઘી કાર જેહના નામે છે. આ કારની કિંમત 2 કરોડ રુપિયાથી વધુ છે.

લોકોએ સોશિયલ મીડિયા પર કરી દીધી ટ્રોલ

એક દિવસ પહેલા જ તૈમૂર પણ પોતાની નવી જીપમાં દેખાયો હતો. આ જીપની ટેસ્ટ ડ્રાઈવ થોડા દિવસો પહેલા સૈફ અલી ખાન અને કરીનાએ સાથે કરી હતી. પછી અચાનક આ જીપનુ બુકિંગ કરાવી લીધુ. મીડિયો રિપોર્ટ મુજબ આ જીપની કિંમત 70 લાખ રુપિયા આસપાસ છે. મર્સિડીઝવાળા વીડિયો પર લોકો કમેન્ટ કરીને કરીનાને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ - તમે કેટલી કાર ખરીદશો. અપ્પૂ સરથી શીખો અને ગરીબોને જમાડો. વળી, એક યુઝરે લખ્યુ કે - આ નવી ગાડી કરીનાએ લોકોને બતાવવા માટે ભાડે લીધી છે.

સૈફે કહ્યુ - દીકરાનુ નામ રામ ના રાખી શકુ

સૈફે કહ્યુ - દીકરાનુ નામ રામ ના રાખી શકુ

સૈફ અલી ખાન અને કરીનાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. જેમાં જોઈ શકાય છે કે સૈફ અલી ખાન મીડિયા સાથે વાત કરીને કહે છે કે તે પોતાના દીકરાનુ નામ રામ ના રાખી શકે. વળી, કરીનાએ પોતાના દીકરા તૈમૂરનુ નામ લઈને મુઘલ શાસકોની પ્રશંસા કરી હતી. આ વીડિયોને લઈને હવે સોશિયલ મીડિયા પર યુઝર્સ ગુસ્સો કાઢી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X