For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતુરતાનો આવ્યો અંત, કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કરી કાતિલ અંદાજમાં એન્ટ્રી

છેવટે સિને દર્શકોની આતુરતાનો અંત આવ્યો અને બૉલિવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાને ઈન્સ્ટાગ્રામ પર ધમાકેદાર એન્ટ્રી કરી છે.

|
Google Oneindia Gujarati News

છેવટે સિને દર્શકોની આતુરતાનો અંત આવ્યો અને બૉલિવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાને ઈન્સ્ટાગ્રામ પર ધમાકેદાર એન્ટ્રી કરી છે અને આશા મુજબ કરીનાનો કાતિલ અંદાજ અહીં પણ જોવા મળી રહ્યો છે. કરીનનાએ ઈન્સ્ટા પર પોતાનો જે પહેલો ફોટો પોસ્ટ કર્યો છે, તે ઘણો હૉટ છે. બ્લેક ડ્રેસમાં કરીના ખૂબ સુંદર લાગી રહી છે. કરીનાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેના ફેન્સ તો કરીનાનો ડીપી જોઈને જ ક્રેઝી થઈ ગયા છે અને તેના માટે ઘણી કમેન્ટ કરી રહ્યા છે.

કરીના કપૂરે કર્યુ ઈન્સ્ટાગ્રામ ડેબ્યુ

કરીના કપૂરે કર્યુ ઈન્સ્ટાગ્રામ ડેબ્યુ

કરીનાની આ પોસ્ટ પર પહેલી કમેન્ટ તેની મોટી બહેન અને અભિનેત્રી કરિશ્મા કપૂરની આવી છે જેણે કરીનાની પ્રશંસા કરીને તેને ઈન્સ્ટા ડેબ્યુ માટે અભિનંદન આપ્યા છે. તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર કરીનાનુ અત્યાર સુધી કોઈ ઑફિશિયલ અકાઉન્ટ નહોતુ પરંતુ હવે કરીના ઈન્સ્ટાગ્રામ પર KareenaKapoorKhan નામથી પોતાનુ અકાઉન્ટ બનાવ્યુ છે. જો કે ટ્વિટર પર હજુ પણ અભિનેત્રીનુ કોઈ ઑફિશિયલ અકાઉન્ટ નથી.

મોટી બહેન કરિશ્માએ આપી શુભકામનાઓ

મોટી બહેન કરિશ્માએ આપી શુભકામનાઓ

તમે જણાવી દઈએ કે કરીનાના ફોટો પહેલા આ અકાઉન્ટથી એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો એક કાળી બિલાડીનો હતો જેમાં તે એક તરફથી ભાગતી દેખાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે બૉલિવુડની સુંદર અભિનેત્રી કરીનાએ આજથી સાત વર્ષ પહેલા બૉલિવુડ અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન થયા હતા. બૉલિવુડની આ જાણીતી જોડીને એક દીકરો તૈમૂર અલી ખાન છે.

લગ્નથી પહેલા 5 વર્ષ સુધી ચાલ્યો હતો સૈફીનાનો અફેર

લગ્નથી પહેલા 5 વર્ષ સુધી ચાલ્યો હતો સૈફીનાનો અફેર

ખાસ વાત એ છે કે કરીના અને સૈફનો પાંચ વર્ષ સુધી અફેર ચાલ્યો હતો અને ત્યારબાદ બંનેએ લગ્નનો નિર્ણય કર્યો હતો. બધાને લાગતુ હતુ કે કરીના પણ સૈફની મમ્મીની જેમ પટૌડી ખાનદાનના યુવક સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ અપનાવશે પરંતુ તેણે આમ કર્યુ નહિ, કરીના અને સૈફે કોર્ટ મેરેજ કર્યા છે.

કરીના સતત કરી રહી છે કામ

કરીના સતત કરી રહી છે કામ

કરીનાએ લગ્ન બાગ ફિલ્મોથી બ્રેક લેવાની વાત પણ કહેવામાં આવી હતી પરંતુ કરીનાએ બધી વાતો માત્ર અફવાઓ જ સાબિત કરી, એ તો મા બન્યા બાદ પણ ફિલ્મોમાં સક્રિય છે અને સારુ કામ કરી રહી છે. એક ઈન્ટરવ્યુમાં કરીનાએ કહ્યુ હતુ કે મે સૈફ સાથે લગ્ન પહેલા જ કહ્યુ હતુ કે હું કામ કરવાનુ બંધ નહિ કરુ અને તેણે કહ્યુ કે તારે કામ કરવુ જોઈએ અને આજે હું એ કરી રહી છુ.

આ પણ વાંચોઃ 1 રૂમ અને 9 મહિલાઓ, ખૂબ જ પાવરફૂલ મેસેજ આપે છે કાજોલની ફિલ્મ ‘દેવી'આ પણ વાંચોઃ 1 રૂમ અને 9 મહિલાઓ, ખૂબ જ પાવરફૂલ મેસેજ આપે છે કાજોલની ફિલ્મ ‘દેવી'

English summary
Kareena Kapoor Khan is finally on social media and making her debut on Instagram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X