દસ કરોડી કરીના કપૂર હવે મકાન વેચશે
મુંબઈ, 18 માર્ચ : તાજેતરમાં જ એક ઈવેન્ટ દરમિયાન અભિનેત્રી કરીના કપૂરે જણાવ્યુ હતું કે લોકો તેમના લગ્નને એટલો મોટો ઇશ્યુ કેમ બનાવી રહ્યાં છે? મેં લગ્ન કરી કોઈ ગુનો તો કર્યો નથી. લગ્ન અને મારૂં કામ બંને જુદી-જુદી બાબતો છે. કરીનાનું આમ કહેવું કદાચ યોગ્ય પણ છે, કારણ કે કરીના કપૂરની માર્કેટ વૅલ્યુ ઉપર લગ્ન બાદ કોઈ અસર પડી નથી.

સાંભળવામાં આવ્યું છે કે બૉલીવુનાડ આ સુંદર હસીનાને એક મોટી પ્રૉપર્ટી કમ્પનીએ પોતાની એડવર્ટાઇઝ માટે દસ કરોડની ડીલ આપી હતી કે જે કરીનાએ ફટાકથી સ્વીકારી લીધી છે. પ્રૉપર્ટી કમ્પની હવે પોતાની જાહેરખબર ભોપાલ ખાતે શૂટ કરશે, કારણ કે કરીના હાલ ભોપાલમાં સત્યાગ્રહ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે.
દસ કરોડની ડીલ સાઇન કરવાનો મતલબ સ્પષ્ટ છે કે કરીનાની સુંદરતા અને સેક્સીપણામાં કોઈ ફેર નથી પડ્યો. નહિંતર સામાન્ય રીતે લગ્ન બાદ અભિનેત્રીઓ ફુલાઈને ગોલમટોલ થઈ જાય છે. જોકે કહેવાય તો એમ પણ છે કે પટૌડી ખાનદાનના આ વહુ-બેગમ અભિનેતા અજય દેવગણ સાથે સત્યાગ્રહ ફિલ્મમાં બોલ્ડ અંદાજમાં ઇંટીમેટ પણ થવા જઈ રહ્યાં છે. એટલું જ નહીં, કરીના ફેવીકૉલ જેવા આયટમ સૉંગ ભવિષ્યમાં પણ કરવા તૈયાર છે.












Click it and Unblock the Notifications
